23 માર્ચે લોકડાઉન શરૂ થયું ત્યારથી પોતાનો કારોબાર બંધ રાખનાર પબ માલીકોએ મંત્રીઓને બે મીટરનું સામાજિક અંતર ઘટાડીને એક મીટરનું કરવા વિનંતી કરી છે જેથી તેઓ ફરીથી ખુલી શકે. એક તબક્કે સરકાર જૂનમાં ફરીથી પબ શરૂ કરશે તેવી આશા હોવા છતાં, જુલાઈ સુધી ફરી ખુલી શકશે નહીં એમ જણાય છે.
કેટલાક પબના માલિકો ચેતવણી આપી રહ્યાં છે કે તેઓ વ્યવહારિક રૂપે બે મીટરનું સામાજિક અંતર જાળવવા માટે ખૂબ નાના છે. બ્રુઅરીના માલીકો કહે છે કે એક મીટરના નિયમથી પબની સંખ્યામાં વધારો થશે જે પબની સંખ્યામાં 120 ટકાનો વધારો કરી શકે છે એમ સનને જણાવાયું હતું.
બ્રિટિશ બીઅર અને પબ એસોસિએશનના વડા, એમ્મા મેક્લાર્કિને પેપરને કહ્યું હતું કે ‘’આપણા બધાં બ્રિટિશ પબ ખોવાઈ ગયા છે. અમે અમારા કર્મચારીઓ અને ગ્રાહકો પાછા ફરી શકે તે માટે સલામત સમાજીકરણ વાતાવરણ બનાવવા માટે સરકારની સાથે મળીને કામ કરી રહ્યા છીએ. ગાર્ડન ધરાવતા પબ્સ વહેલી તકે ફરી ખુલવાની સારી સ્થિતિમાં હોવા જોઈએ, અને અમે આશા રાખીએ છીએ કે સરકાર સામાજિક અંતરની માર્ગદર્શિકાની સુધારણા પર ફરીથી ધ્યાન આપશે.’’