ગર્ભપાત અંગેના ચુકાદા પછી અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં લોકોનો વિશ્વાસ ઘટી 50 વર્ષના નીચા સ્તરે પહોંચ્યો છે, એમ મુખ્ય ટ્રેન્ડ અંગેના એક સરવેમાં જણાવાયું હતું. ડોબ્સ ચુકાદા તરીકે જાણીતા આ ચુકાદાને પગલે રાજ્યોએ ગર્ભપાત પર પ્રતિબંધ અને અન્ય નિયંત્રણો લાદ્યા હતાં.
જનરલ સોશિયલ સરવેમાં જણાવ્યા મુજબ ગર્ભપાતના અધિકારોના સમર્થનને મુદ્દે ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન વચ્ચે મતભેદ પણ 2022માં અત્યાર સુધીના સૌથી વધુ તીવ્ર બન્યાં હતાં.
શિકાગો યુનિવર્સિટીમાં NORC દ્વારા 1973 પછીથી કોર્ટમાં વિશ્વાસના પ્રમાણનો તાગ મેળવવા માટે આ સરવે કરવામાં આવે છે. અહીં ઉલ્લેખનીય છે કે 1973માં રો વિરુદ્ધ વેડે કેસના ચુકાદામાં દેશભરમાં ગર્ભપાતને કાયદેસર માન્યતા મળી હતી.
2022ના સરવેમાં માત્ર 18 ટકા અમેરિકનોએ જણાવ્યું હતું કે તેમને કોર્ટમાં ઘણો વિશ્વાસ છે. 2021માં આશરે 26 ટકા અમેરિકનોએ આવો અભિપ્રાય આપ્યો હતો. 2022ના સરવેમાં 26 ટકાએ કહ્યું હતું કે તેમની ભાગ્યે જ કોઇ વિશ્વાસ છે, અગાઉ આ પ્રમાણ 21 ટકા હતું. અન્ય 46 ટકા લોકોએ કહ્યું કે તેમને “માત્ર થોડો” વિશ્વાસ છે. મહિલાઓ અને ડેમોક્રેટ્સના કોર્ટ અંગેના અભિપ્રાયમાં નાટકીય ફેરફાર થયો છે. મહિલાઓને કોઇપણ કારણોસર ગર્ભપાત કરાવવાનો હક છે તેવું માનતા લોકોએ પણ કોર્ટમાં વધુ વિશ્વાસ ગુમાવ્યો છે.
સરવેમાં માત્ર 12 ટકા મહિલાઓએ જણાવ્યું હતું કે તેમને કોર્ટમાં પૂરતો વિશ્વાસ છે. આ પ્રમાણ અગાઉના વર્ષે 22 ટકા અને 2018માં 32 ટકા હતું. કોર્ટમાં ઘણો વિશ્વાસ વ્યક્ત કરનારા ડેમોક્રેટ્સનું પ્રમાણનું અગાઉના વર્ષના 25 ટકાથી ઘટીને માત્ર 8 ટકા થઈ ગયું હતું. મહિલાઓને ગર્ભપાતનો હક આપવો જોઇએ તેવું માનતા લોકોમાં વિશ્વાસ ઘટ્યો છે. આ પ્રમાણ 25 ટકાથી ઘટી 12 ટકા થઈ ગયું છે.
રિપબ્લિકન્સમાં અગાઉના કેટલાંક વર્ષોની તુલનાએ કોર્ટમાં વિશ્વાસ કંઈક અંશે ઘટ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે અમેરિકાની કોર્ટમાં રિપબ્લિકન દ્વારા નિયુક્ત રૂઢિચુસ્ત ન્યાયાધીશો પ્રભુત્વ છે. 26 ટકા રિપબ્લિકન્સે જણાવ્યું હતું કે તેમને કોર્ટમાં ઘણો વિશ્વાસ છે. આ પ્રમાણ 2021માં 31 ટકા અને 2018માં 37 ટકા હતું.
છેલ્લાં કેટલાંક મહિનાઓમાં રૂબરુ અને ઓનલાઈન ઈન્ટરવ્યૂનો ઉપયોગ કરીને સરવે કરાયો હતો. જૂનના અંત ભાગમાં ડોબ્સ નિર્ણય પછી મોટાભાગના ઇન્ટરવ્યૂ કરાયાં હતાં. 2021 અને 2022ની વચ્ચે વ્યાપકપણે ઉપલબ્ધ ગર્ભપાત માટેના સમર્થનમાં નોંધપાત્ર ફેરફાર થયો નથી, જોકે પોલ દર્શાવે છે કે વ્યાપકપણે ઉપલબ્ધ ગર્ભપાત માટેના સમર્થનમાં 2016ની તુલનામા વધારો થયો છે,
Pretty! This was an extremely wonderful post.
Many thanks for providing these details.
Does your blog have a contact page? I’m having problems locating it but, I’d like to send you an e-mail.
I’ve got some recommendations for your blog you might be interested in hearing.
Either way, great site and I look forward to seeing it grow over time.
Thanks for finally writing about > ગર્ભપાત
અંગેના ચુકાદા પછી યુએસ સુપ્રીમ કોર્ટમાં લોકોનો વિશ્વાસ
50 વર્ષના તળિયે – Garavi Gujarat < Loved it!