Russia claims Ukraine tried to kill Putin by drone attack
(Photo by RAMIL SITDIKOV/SPUTNIK/AFP via Getty Images)

યુક્રેન સામે રશિયાનું યુદ્ધ પાંચમાં મહિનામાં પ્રવેશ્યું છે ત્યારે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને ગુરુવારે ચેતવણી આપી હતી કે રશિયાએ હજુ તો ભાગ્યે જ લશ્કરી કાર્યવાહીનો પ્રારંભ કર્યો છે. યુક્રેને ઝડપથી મોસ્કોની શરતોનો સ્વીકાર કરી લેવો જોઇએ અથવા તો સૌથી ખરાબ સ્થિતિ માટે તૈયાર રહેવું પડશે.

સંસદમાં નેતાઓ સાથેની બેઠકમાં બોલતા પુતિન સંઘર્ષને ઇંધણ આપવાનો પશ્ચિમ દેશો પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે પશ્ચિમ દેશો યુક્રેનનો છેલ્લો વ્યક્તિ બચે ત્યાં સુધી આપણી સાથે લડાઈ કરવા માગે છે. તે યુક્રેનના લોકો માટે દુઃખદ છે, પરંતુ યુક્રેન તે દિશામાં આગળ વધી રહ્યું હોય તેમ લાગે છે.

ધમકીના સૂરમાં પુતિને જણાવ્યું હતું કે દરેકે જાણવું જોઇએ કે એકંદરે કહી તો અમે દ્રઢનિશ્ચય સાથે હજુ કંઇ ચાલુ કર્યું નથી. યુદ્ધનો અંત લાવવા રશિયા મંત્રણા કરવા તૈયાર હોવાની જાહેરાત કરતાં પુતિને જણાવ્યું હતું કે મંત્રણાનો ઇનકાર કરતાં લોકોએ જાણવું જોઇએ કે જેટલો વધુ સમય જશે તેટલું અમારી સાથે સમજૂતી કરવાનુ તેમના માટે વધુ મુશ્કેલ બનશે. અમે સાંભળી રહ્યાં છીએ કે તેઓ યુદ્ધના મેદાનમાં અમને હરાવવા માગે છે, તેમને પ્રયાસ કરવા દો.

યુદ્ધના પ્રારંભમાં રશિયાએ શરતો મૂકી હતી કે યુક્રેન ક્રિમિયા પરના તેના અંકુશને માન્યતા આપે. આ ઉપરાંત રશિયાના સમર્થન ધરાવતા બળવાખોરોના વિસ્તારોની આઝાદીને માન્યતા આપે. રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર આક્રમણ કર્યું હતું અને ત્યારથી આ યુદ્ધ ચાલી રહ્યું છે.

યુક્રેનની રાજધાની કીવ અને બીજા મોટા શહેરોનો કબજો કરવામાં નિષ્ફળ રહ્યાં બાદ રશિયાના લશ્કરી દળો ઔદ્યોગિક વિસ્તાર ડોનબાસ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છે. ડોનબાસ વિસ્તારમાં સ્થાનિક બળવખોરો પણ 2014થી યુક્રેનના લશ્કરી દળો સાથે લડી રહ્યાં છે.