લેન્સેટના તાજેતરમાં જાહેર થયેલા રીપોર્ટમાં જણાવાયું હતું કે, ગરીબ દેશો સમૃદ્ધ દેશોના વૃદ્ધત્વ સાથે આગળ વધી રહ્યા હોવાથી આવનારા બે દસકામાં સમગ્ર વિશ્વમાં પ્રોસ્ટેટ કેન્સરના નવા કેસોની સંખ્યા બમણાથી વધુ થશે. મેડિકલ જર્નલ-લેન્સેટે વસ્તી વિષયક ફેરફારોના અભ્યાસના આધારે જણાવ્યું હતું કે, “અમારા તારણો સૂચવે છે કે, વાર્ષિક નવા કેસોની સંખ્યા 2020માં 1.4 મિલિયનથી વધીને 2040 સુધીમાં 2.9 મિલિયન થશે.” આ અભ્યાસના સંશોધકોએ જણાવ્યું હતું કે, આવા કેસોનો થયેલો વધારો આયુષ્યમાં વૃદ્ધિ અને સમગ્ર વિશ્વમાં ઉંમરમાં થતા ફેરફારો સાથે સંકળાયેલો છે.
પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર સૌથી વધુ વ્યાપક રીતે જોવા મળે છે, જેના અંદાજે 15 ટકા કેસ છે. તે મોટે ભાગે 50 વર્ષની ઉંમર પછી શરૂ થાય છે અને પુરુષોની ઉંમર વધવાની સાથે વારંવાર થાય છે. સંશોધકોના જણાવ્યા મુજબ જેમ જેમ વિકાસશીલ દેશોમાં આયુષ્યમાં સુધારો થાય છે તેમ પ્રોસ્ટેટ કેન્સરના કેસોની સંખ્યામાં પણ વધારો થાય છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જાહેર આરોગ્ય નીતિઓ આ ફેરફારને અસર કરી શકતી નથી, જે ફેફસાના કેન્સર અથવા હૃદયના રોગના કેસમાં કરી શકે છે.
આવા કેસમાં વારસાગત પરિબળો તેના કરતા ઘણા ઓછા નિયંત્રિત છે, ઉદાહરણ તરીકે, ધૂમ્રપાન ફેફસાના કેન્સર માટે જવાબદાર. વજન સાથે તેનો સંબંધ હોવા છતાં તે પ્રોસ્ટેટ કેન્સર માટે સીધું જવાબદાર છે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી.
સંશોધકોએ વધુમાં જણાવ્યું હતું કે, આરોગ્યક્ષેત્રના સત્તાધિશોએ વિકાસશીલ દેશોમાં અગાઉની તપાસને પ્રોત્સાહિત કરવી જોઈએ કારણ કે, ઘણીવાર અસરકારક સારવાર આપવામાં રોગનું નિદાન મોડું થાય છે.

LEAVE A REPLY