વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ મારફત સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડના વિતરણનો રવિવારે પ્રારંભ કર્યો હતો. વડાપ્રધાન જણાવ્યું હતું કે આ યોજના ગ્રામીણ ભારતમાં પરિવર્તન માટેની ઐતિહાસિક હિલચાલ છે.
આ કાર્ડની મદદથી ગ્રામજનો માટે લોન અને બીજા નાણાકીય લાભ લેવા માટે ફાઇનાન્શિયલ એસેટ તરીકે પ્રોપર્ટીનો ઉપયોગ કરવાનો માર્ગ મોકળો થશે.
વડાપ્રધાન કાર્યાલય (પીએમઓએ જણાવ્યું હતું કે આ યોજના હેઠળ લગભગ એક લાખ સંપત્તિ માલિકો તેમના મોબાઈલ ફોન પર મોકલવામાં આવેલી SMS લીંકથી પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ કરી શકશે. સંબંધિત રાજ્ય સરકાર પ્રોપર્ટી કાર્ડનું ફિઝિકલ વિતરણ કરશે.
આ યોજના હેઠળ 6 રાજ્યોના 763 ગામના લોકોને લભા મળશે. જેમાં ઉત્તરપ્રદેશના 346, હરિયાણાના 221, મહારાષ્ટ્રના 100, મધ્યપ્રદેશના 44, ઉત્તરાખંડના 50 અને કર્ણાટકના 2 ગામો સામેલ થશે. મહારાષ્ટ્રને છોડીને બાકી દરેક રાજ્યોના લાભાર્થી 1 દિવસની અંદર ફિઝિકલ કાર્ડ મેળવી શકશે. જ્યારે મહારાષ્ટ્રમાં આ કાર્ડ મળવામાં 1 મહિનાનો સમય લાગી શકે છે કારણ કે મહારાષ્ટ્ર સરકાર સંપત્તિ કાર્ડ માટે સામાન્ય શુલ્ક લાગૂ કરવાની વ્યવસ્થા કરી રહી છે.