વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ ઉર્ફે 'પ્રચંડ'એ ગુરુવારે બિહારના બથનાહાથી નેપાળ સુધીની કાર્ગો ટ્રેનને લીલી ઝંડી આપી હતી. (ANI Photo/Jitender Gupta)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું કે ભારત અને નેપાળ વચ્ચેના ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત કરવા માટે રામાયણ સર્કિટ સંબંધિત પ્રોજેક્ટને વેગ આપવામાં આવશે. મોદી અને નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ની હાજરીમાં ભારત અને નેપાળ વચ્ચે કેટલીક સમજૂતીઓ થઈ હતી.

મોદીએ જણાવ્યું હતું કે “આજે ટ્રાન્ઝિટ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. અમે ભૌતિક કનેક્ટિવિટી વધારવા માટે નવી રેલ લિંક્સ સ્થાપિત કરી છે. ભારત અને નેપાળ વચ્ચે આજે લાંબા ગાળાના પાવર ટ્રેડ એગ્રીમેન્ટ કરવામાં આવી છે. આ આપણા દેશોના પાવર સેક્ટરને મજબૂતી આપશે. ભારત અને નેપાળ વચ્ચે ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધોને ખૂબ જ જૂના અને મજબૂત છે. તેને વધુ મજબૂત કરવા માટે અમે રામાયણ સર્કિટ સાથે સંબંધિત પ્રોજેક્ટને ઝડપી બનાવવાનો નિર્ણય કર્યો છે.

ભારત-નેપાળ વચ્ચે નવી ટ્રેન સેવા

વડાપ્રધાન મોદી અને પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’એ ગુરુવારે બિહારના બથનાહાથી નેપાળ કસ્ટમ યાર્ડ સુધીની ભારતીય રેલવે કાર્ગો ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. બંને વડાપ્રધાનોએ રેલવેના કુર્થા-બિજલપુરા સેક્શનના ઈ-પ્લાનનું પણ અનાવરણ કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વિપક્ષીય વાટાઘાટો માટે દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે તેમના નેપાળી સમકક્ષ સાથે બેઠક યોજી હતી.  નેપાળ નવી દિલ્હી માટે એક મહત્વપૂર્ણ દેશ છે કારણ કે દેશ પાંચ ભારતીય રાજ્યો – સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સાથે 1,850 કિમીથી વધુની સરહદ ધરાવે છે. જમીનથી ઘેરાયેલો દેશ માલસામાન અને સેવાઓના પરિવહન માટે ભારત પર ઘણો આધાર રાખે છે.

 

LEAVE A REPLY