ANI Photo)

ભારતના પડોશી દેશ નેપાળમાં રાજકીય અસ્થિરતા ચીન તરફી કેપી ઓલી ફરી એકવાર વડાપ્રધાન બન્યાં હતા. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ-યુનિફાઈડ માર્ક્સવાદી લેનિનિસ્ટ (CPN-UML)ના વડાએ નેપાળી કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને સરકારની રચના કરી છે.

પ્રેસિડન્ટ રામ ચંદ્ર પૌડેલ નવા વડાપ્રધાન તરીકે 72 વર્ષીય ઓલીને શપથ લેવડાવ્યાં હતા. પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ની સરકાર શુક્રવારે સંસદમાં વિશ્વાસ મત જીતવામાં રહ્યાં પછી સરકારનું પતન થયું હતું. 122 જુલાઈના રોજ પ્રેસિડન્ટને સસમક્ષ કરેલા દાવા મુજબ તેમની પાસે 166 સાંસદોનું સમર્થન છે, જેમાં UMLના 78 સાંસદો અને નેપાળી કોંગ્રેસના 88 સાંસદોનો સમાવેશ થાય છે. રાજાશાહીને છોડીને 2008માં બંધારણ અપનાવ્યા પછી નેપાળમાં 13 અલગ-અલગ સરકારો બનાવવામાં આવી છે. ઓલીને ચીન તરફી નેતા તરીકે જોવામાં આવે છે.

LEAVE A REPLY