(ANI Photo)

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ગયા સપ્તાહે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રાઈઝ મનીની જાહેરાત કરી હતી. આ રકમ અગાઉની સ્પર્ધામાં હતી તેટલી જ, યથાવત રાખવામાં આવી છે. 

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 7 થી 11 જુન સુધી લંડનના ધ ઓવલ ખાતે રમાશે.  આઈસીસીની જાહેરાત પ્રમાણે ટાઈટલ વિજેતા ટીમને આશરે રૂ. 13 કરોડ તથા રનર્સ-અપ ટીમને આશરે રૂ. 6.5 કરોડ મળશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23ની કુલ ઈનામી રકમ આશરે 31.4 કરોડ રૂપિયા છે જે 9 ટીમો વચ્ચે વહેંચાશે. ત્રીજા ક્રમે રહેલી દક્ષિણ આફ્રિકાને રૂ. 3.5 કરોડ તથા ચોથા ક્રમે રહેલી ઇંગ્લેન્ડની ટીમને રૂ. 2.8 કરોડ રૂપિયા મળશે. પાંચમા ક્રમની શ્રીલંકાન ટીમને રૂ. 1.6 કરોડ તથા એ પછીના ક્રમની ન્યૂ ઝીલેન્ડપાકિસ્તાનવેસ્ટ ઈન્ડિઝ તથા બાંગ્લાદેશની ટીમ્સને દરેકને રૂ. 82-82 લાખ મળશે.

LEAVE A REPLY