પ્રિયંકા ચોપડા અને નિક જોનાસની જોડીએ આજથી બરાબર 2 વર્ષ પહેલાં 1 ડિસેમ્બર 2018ના રોજ લગ્ન કર્યા હતા. આ કપલનું ફેન-ફોલોઇંગ સમગ્ર વિશ્વમાં છે. પ્રિયંકા ચોપડા અને નિક જોનાસની મુલાકાત 2017માં યુએસમાં એક ફંક્શન દરમિયાન થઈ હતી. આ પછી, બંનેએ ડેટિંગ શરૂ કરી અને થોડા મહિના પછી લગ્ન કરી લીધા. પ્રિયંકા અને નિકના લગ્ન રાજસ્થાનના જોધપુરમાં સંપૂર્ણ હિન્દુસ્તાની રીત રિવાજો પ્રમાણે થયા હતા અને આખા વિશ્વના મીડિયાએ આ લગ્નની નોંધ લીધી હતી.
પ્રિયંકા અને નિકની જોડી લગ્ન પહેલા અને લગ્ન પછી પણ હંમેશા ચર્ચામાં રહેતા હતા. પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ તેમના કામમાં ખૂબ જ વ્યસ્ત રહે છે પરંતુ હજી પણ આ કપલ વધુને વધુ સમય સાથે પસાર કરવાનું પસંદ કરે છે. આ વર્ષ દરમિયાન કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં નિક અને પ્રિયંકા એકબીજાની સાથે રહ્યાં અને ક્વોલિટી ટાઈમ પસાર કર્યો છે.
એક ઈન્ટરવ્યૂમાં પ્રિયંકા ચોપડાએ કહ્યું હતું કે-બેડરૂમમાં નિક એક અજીબ હરકત કરે કરે છે જેનાથી તેને ખૂબ અજીબ લાગે છે. તેણે કહ્યું કે, જ્યારે સવારે હું ઉઠું તો નિક મારા ચહેરો સામે જોઈ રહ્યો હોય છે. હું કહું કે થોડીક રાહ જુઓ, મને થોડો મસ્કરા અને મોઇશ્ચરાઇઝર લગાવવા દો કારણ કે મારી આંખો સોજી ગઈ છે પરંતુ તે ખૂબ સ્વીટ છે.
બધાને એવી ઇચ્છા હોય કે તમારા પતિ પણ આવું કરે પરંતુ તે થોડું વિચિત્ર લાગે છે. બોલિવૂડ ફિલ્મ્સની વાત કરીએ તો પ્રિયંકા ચોપડા છેલ્લે ‘ધ સ્કાય ઇઝ પિંક’ માં જોવા મળી હતી. ટૂંક સમયમાં પ્રિયંકા રાજકુમાર રાવ સાથે ‘ધ વ્હાઇટ ટાઇગર’માં મેઈન રોલમાં જોવા મળશે.