અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ હવે માતા બનવા માગે છે. તે એક કરતા વધારે બાળકોની માતા બનવા માગે છે. વર્ષ 2018 માં નિક જોનાસ સાથે લગ્નના બંધનમાં બંધાયેલ પ્રિયંકા ચોપડાએ તાજેતરમાં જ એક મેગેઝિન સાથેની વાતચીતમાં તેણે તેના ફેમિલી પ્લાનિંગ વિશે વાત કરી હતી.
પ્રિયંકાએ કહ્યું, “મને બાળકો જોઈએ છે. શક્ય તેટલા બાળકો. ક્રિકેટ ટીમ ઉભી કરવી છે. પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસ એક અમેરિકન સિંગર છે અને બંનેના લગ્ન હિન્દુ અને ખ્રિસ્તિ બંને રિવાજોથી થયા હતા. બંનેની સંસ્કૃતિમાં રહેલા તફાવત અંગે, પ્રિયંકાએ એકવાર તેના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમાં કોઈ સમસ્યા આવતી નથી. નિક ભારત આવ્યો હતો સામાન્ય દંપતીની જેમ અમારે પણ તકરાર થાય લડાઇ થાય છે પણ નિક મને સંભાળી લે છે. પ્રિયંકાએ કહ્યું, અમારા લગ્નજીવનમાં કંઇપણ ખૂબ મુશ્કેલ નહોતું.
પ્રિયંકાની ફિલ્મ ધ વ્હાઇટ ટાઇગર રિલીઝ થઈ હતી. ફિલ્મમાં રાજકુમાર રાવ અને પ્રિયંકા ચોપરા મુખ્ય ભૂમિકામાં હતા. પ્રિયંકા ટુક સમયમાં જ ફિલ્મ ‘ધ મેટ્રિક્સ 4’ માં કામ કરતી જોવા મળશે. તેની ફિલ્મ ધ ટેક્સ્ટ ફોર યુ વિશે દર્શકોમાં ભારે ઉત્તેજના છે.