કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા બેઠક જાળવી રાખશે અને કેરળની વાયનાડ બેઠક ખાલી કરશે. વાયનાડની ખાલી પડેલી બેઠક પરથી બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણી લડશે. આમ પ્રિયંકા ગાંધી પ્રથમ વખત ચૂંટણી લડશે.

આ અંગેની જાહેરાત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કરી હતી. અહીઁ ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ એમ બંને બેઠકો પર ચૂંટણી લડ્યા હતા અને બંને બેઠકો પરથી ચૂંટણી જીત્યા હતાં. તેથી રાહુલ ગાંધીએ એક બેઠક ફરજિયાત છોડવાની હતી.

રાહુલ ગાંધીએ કહ્યું કે આ તેમના માટે મુશ્કેલ નિર્ણય હતો કારણ કે તેઓ રાયબરેલી અને વાયનાડ બંને સાથે ભાવનાત્મક જોડાણ ધરાવે છે.

પાર્ટીના નેતાઓ રાહુલ ગાંધીને રાયબરેલી જાળવી રાખવાની રજૂઆત કરી હતી. નિયમો મુજબ જો કોઇ ઉમેદવાર બે બેઠકો પરથી વિજયી બને તો તેને ચૂંટણીની તારીખથી 14 દિવસમાં એક બેઠક પરથી રાજીનામું આપવું પડશે.કોંગ્રેસ નેતાએ રાયબરેલી લોકસભા બેઠક પર આશરે 3.90 લાખ અને વાયનાડ બેઠક પર આશરે 3.64 લાખ મતના જંગી માર્જિનથી વિજય મેળવ્યો છે.

LEAVE A REPLY