કોરોના વાઇરસની મહામારી સામે સમગ્ર વિશ્વ લડત આપી રહ્યું છે. લોકો તેમનાથી બનતી સહાય કરી રહ્યા છે. આ પહેલમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનસ પણ જોડાયા છે. પ્રિયંકા ચોપરા અને નિકે ભારતના પ્રધાનમંત્રી મોદીના PM-CARES ફંડ સહીત કુલ 10 નેશનલ અને ઇન્ટરનેશનલ ચેરિટી ફંડમાં તેમનું યોગદાન આપ્યું છે. આ કપલે કેટલી આર્થિક સહાય કરી છે તેની માહિતી શેર કરી નથી.

તેમણે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી લખ્યું કે,આ સંસ્થાઓ કોવિડ 19થી અસરગ્રસ્ત થયેલ લોકોને મદદ કરી રહ્યા છે. તેઓ ભૂખ્યાને ભોજન આપી રહ્યા છે, ડોક્ટર્સ અને ફર્સ્ટ રિસ્પોન્ડર્સને સપોર્ટ કરી રહ્યા છે, ઓછી આવક ધરાવતી અને ઘર ન ધરાવતી કોમ્યુનિટીને મદદ કરે છે અને અમારી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીના કર્મચારીઓને સહાય કરે છે.

તેમણે આ સંસ્થાઓનો આભાર માનતા કહ્યું કે, તેમને તમારા સપોર્ટની પણ જરૂર છે અને અમે તમને પણ વિનંતી કરીએ છીએ કે તમે પણ દાન કરો. કોઈપણ દાન નાનું નથી હોતું. સાથે મળીને આપણે આને હરાવી શકીએ છીએ.