બોલીવૂડ પછી હોલીવૂડમાં પણ પોતાનું અલગ સ્થાન પ્રાપ્ત કરનારી પ્રિયંકા ચોપરાએ હવે નવો બિઝનેસ શરૂ કરવાનું મન બનાવી લીધું છે. તે અમેરિકામાં પોતાનો વધુ એક બિઝનેસ શરુ કરવા જઇ રહી છે.અમેરિકામાં પ્રિયંકા ચોપરાએ ભારતીય રેસ્ટોરન્ટ ‘સોના’ શરૂ કર્યા પછી હવે બીજો બિઝનેસ શરૂ કર્યો છે. તે હવે સોના હોમ નામનું નવું વેન્ચર શરૂ કરી રહી છે. તેણે એક વીડિયો પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. આ વેન્ચરમાં ક્રોકરીઝ, હોમ ડેકોર સિવાય ઘણી બધી સેવાઓ મળશે.
સોશિયલ મીડિયા પર સતત એક્ટીવ રહેતી પ્રિયંકાના ઇન્સ્ટાના વીડિયોમાં કો- ફાઉન્ડર મનીષ ગોયલ પણ છે. પ્રિયંકાએ કહ્યું કે, ‘લોન્ચ ડે આવી ગયો છે, હું તમને બધાને SONA Home સાથે પરિચિત કરાવતી વખતે ગર્વ અનુભવી રહી છું. પણ મારી આ યાત્રાએ મને એવા સ્થાને પહોંચાડી દીધી છે, જ્યાં મને સારા મિત્રો અને પરિવાર મળ્યો, હું જે પણ કંઇ કરું છું તેમાં ભારતનો ભાગ જરુર હોય છે, અને આ એજ વિચારનો વિસ્તાર છે.’