
બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનાસની ફેશનની દુનિયામાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે નિમણૂક કરવામાં આવી છે. બ્રિટિશ ફેશન કાઉન્સિલ દ્વારા તેને આ માટેની એમ્બેસેડર બનાવવામાં આવી છે. આ અંગે પ્રિયંકાએ ટ્વીટર દ્વારા જણાવ્યું હતું કે, ‘હું ગર્વ અનુભવી રહી છું કે મને બ્રિટિશ ફેશન કાઉન્સિલ દ્વારા ફૅશન વર્લ્ડમાં પોઝિટિવ પરિવર્તન લાવવા માટે એમ્બેસેડર બનાવવામાં આવી છે. હું આવતા વર્ષે લંડનમાં રહીને કામ કરવાની છું. આ માટે મારી પાસે લોકોને જણાવવા માટે ઘણાં રોમાંચક વિચારો પણ છે. આ બાબતે હું તમને સાથે લઈને ચાલવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.’
