કોવિડ-19 પછી ફાઇવ સ્ટાર હોલીડેઝ અને અપમાર્કેટ રેસ્ટોરંટ્સમાં પોતાની અધધધ… ફાજલ રોકડ રકમ વાપરતા ધનિકો હવે ખાનગી સ્વીમીંગ પૂલ, રેસ્ટોરન્ટ જેવી ગુણવત્તાવાળા આઉટડોર કિચન અને હાઇ એન્ડ ઘડિયાળોમાં પોતાના વધારાના પૈસા વાપરી રહ્યા છે. સ્વીમીંગ પૂલ કંપનીઓ પાસે શ્રીમંત ગ્રાહકોની માંગમાં ભારે વધારો નોંધાયો છે. લોકડાઉનના કારણે મુસાફરી પરના નિયંત્રણોને પગલે આમ થયું છે.
આવા ધનિકોમાં કંપનીઓના ડિરેક્ટર, ફાર્માસ્યુટિકલ્સ બોસ, પ્રીમિયર લીગના ફૂટબોલરો, ફાઇનાન્સ અને મોટરસ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીઝના અગ્રણીઓ શામેલ છે. ઘરના બગીચામાં સ્વિમિંગ પૂલ માટે ઓછામાં ઓછા £90,000 અને અન્ડરફ્લોર હીટિંગવાળા બેસ્પોક આઉટડોર કિચન પર £60,000 જેટલો ખર્ચ થાય છે. આ અંગેની ઇન્કવાયરીમાં 200થી 300 ટકાનો વધારો થયો છે. લોકો હવે તેમના ઘરોને લક્ઝરી સ્ટેકેશન ડેસ્ટિનેશનમાં ફેરવવા માંગે છે.