હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે તેમની સરકારના રવાન્ડા સાથેના વિવાદાસ્પદ ઇમિગ્રેશન ડીલની ટીકા કરતા લોકોની આકરી નિંદા કરી છે અને આ બાબતની જાણ કરવામાં બીબીસીના “ઝેનોફોબિક” ઓવરટોન્સની ટીકા કરી છે.
તેમણે ધ ટેલિગ્રાફને જણાવ્યું હતું કે રવાન્ડા સાથેના કરારની ઘોષણા થયા પછી બીબીસી પત્રકારોના રવાન્ડાના સંદર્ભોના સ્વરથી “આશ્ચર્યજનક” હતી. કોર્પોરેશનનું “અંડરકરન્ટ” વલણ વિરોધ પક્ષો દ્વારા વ્યક્ત કરાયેલા મંતવ્યો જેવું જ હતું.
ગયા અઠવાડિયે સરકારે પ્રકાશિત કરેલા દસ્તાવેજો અનુસાર, પટેલે હજારો એસાયલમ સીકર્સને રવાંડા મોકલવાની તેમની યોજના અંગે અધિકારીઓના મતનો રદિયો આપ્યો હતો.