સત્તાના સિંહાસન માટે બીજુ સ્થાન ધરાવતા પ્રિન્સ વિલિયમ અને તેમની પત્ની કેટ મિડલટન, ડ્યુક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ, લંડનમાં આવેલા તેમના કેન્સિંગ્ટન પેલેસના ઘરેથી તેમના વિન્ડસર કાસલ ખાતે રહેતા મહારાણીની નજીક આવેલા અને મોડેસ્ટ કહેવાતા એડિલેડ કોટેજમાં રહેવા જનાર છે.
96-વર્ષીય રાણી તેમની ઉંમરના કારણે ધીમે ધીમે જાહેર કાર્યક્રમોમાં ઘટાડો કરે છે ત્યારે પ્રિન્સ વિલિયમ વધારાની જવાબદારીઓ સંભાળે તેવી અપેક્ષા છે. વિલિયમ અને કેટના ત્રણે બાળકો – જ્યોર્જ, 9, શાર્લોટ, 7 અને લુઈ, 4ને વિન્ડસર કેસલની નજીક લેમબ્રુક સ્કૂલમાં પણ દાખલ કરાયા છે. જો કે દંપત્તી ઇસ્ટર્ન ઇંગ્લેન્ડના નોર્ફોકનું ઘર, એનમેર હોલ અને કેન્સિંગ્ટન પેલેસમાં આવેલ તેમનો એપાર્ટમેન્ટ જાળવી રાખશે.
એક શાહી સ્ત્રોતે ‘સ્કાય ન્યૂઝ’ને કહ્યું હતું કે “આ ખૂબ જ યોગ્ય નિર્ણય લેવાયો છે જે બે માતાપિતાએ તેમના બાળકોને ‘સૌથી સામાન્ય’ શક્ય શરૂઆત આપવા માટે લીધો છે. તેઓ જ્યોર્જ, શાર્લોટ અને લુઈને સેન્ટ્રલ લંડન કરતાં વધુ સ્વતંત્રતા આપવા માંગતા હતા. છેલ્લાં કેટલાંક વર્ષોથી જ્યોર્જ અને શાર્લોટ સાઉથ લંડનના બેટરસીમાં આવેલી થોમસ સ્કૂલમાં ભણ્યા હતા અને લુઈ લંડનમાં વિલકોક્સ નર્સરી સ્કૂલમાં ગયો હતો. હવે ત્રણેય બાળકો એક જ શાળામાં ભણશે.
કદમાં પ્રમાણમાં કોમ્પેક્ટ એડિલેડ કોટેજ 1839માં બાંધવામાં આવ્યું હતું અને વિલિયમ IVની પત્ની રાણી એડિલેડના માનમાં તેનું નામ અપાયું હતું. તે હેરી અને મેઘન, ડ્યુક અને ડચેસ ઓફ સસેક્સના ફ્રોગમોર કોટેજની નજીક છે. હેરી-મેગને વિશાળ ફ્રોગમોર કોટેજનું ભવ્ય રીફર્બીશમેન્ટ કર્યું છે. જ્યારે વિલયીમ-કેટે ચાર બેડરૂમનું એક ખૂબ જ નાનું નિવાસસ્થાન પસંદ કર્યું છે.