બકીંગહામ પેલેસે શુક્રવારે જણાવ્યું હતું કે, બ્રિટનના પ્રિન્સ ફિલિપ, ડ્યુક ઑફ એડિનબરાને કાર્ડિયાક સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલમાં હૃદયની પૂર્વ તકલીફને કારણે સફળ સર્જરી કરાયા બાદ સેન્ટ્રલ લંડનની ખાનગી કિંગ એડવર્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મહારાણી એલિઝાબેથના 99 વર્ષીય પતિને લંડન સ્થિત એનએચએસની સેન્ટ બાર્થલોમ્યુઝ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આ અઠવાડિયાની શરૂઆતમાં તેમના પર સર્જરી કરાઇ હતી. ડ્યુક ઘણા દિવસો સુધી સતત સારવાર માટે હોસ્પિટલમાં રહેશે તેવી અપેક્ષા છે.
તેમને જૂન માસમાં 100 વર્ષ થશે. તબિયત લથડ્યા બાદ તેમને શરૂઆતમાં 16 ફેબ્રુઆરીએ “સાવચેતીના પગલા” તરીકે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.