ડ્યુક ઓફ સસેક્સ પ્રિન્સ હેરીએ એક ITV ઇન્ટરવ્યુમાં ટોમ બ્રેડબી સમક્ષ રોયલ ફેમિલી પર આરોપ મૂક્યો છે કે જેરેમી ક્લાર્કસનની ગયા મહિને ‘સન’માં છપાયેલ અખબારી કોલમના વિવાદમાં તેની પત્ની મેઘનનો બચાવ કરવામાં શાહી પરિવાર નિષ્ફળ ગયો હતો અને “શાહી પરિવારનું મૌન બહેરાશભર્યું છે.’’ તેમણે જણાવ્યું હતું કે ‘’અનામી શાહી સ્વજન દ્વારા મારા પુત્રની ત્વચાના ટોન વિશે કરાયેલી ટિપ્પણીઓને હું જાતિવાદી માનતો નથી. તે જાતિવાદને બદલે “બેભાન પૂર્વગ્રહ” નો કેસ હોઈ શકે છે. જો તે જાતિવાદી હોય તો હું તે પરિવારમાં ન રહું.’’
મેઘન વિશેના ક્લાર્કસનના લેખમાં વર્ણવવામાં આવ્યું હતું કે “તેઓ એ દિવસનું સપનું જોતા હતા જેમાં તેણી બ્રિટનના દરેક શહેરની શેરીઓમાં નગ્ન પરેડ કરે છે ત્યારે ભીડના લોકો ‘શરમ!’ના નારા પોકારે છે અને તેના પર મળમૂત્રના ગઠ્ઠા ફેંકે છે”. બાદમાં સન દ્વારા આ કોલમ દૂર કરી માફી માંગવામાં આવી હતી.
પ્રિન્સ હેરીએ તે લેખને “મારી પત્ની પ્રત્યે ભયાનક અને દુઃખદાયક અને ક્રૂર” તરીકે વર્ણવી જણાવ્યું હતું કે “વિશ્વ રોયલ્સ પાસેથી અમુક પ્રકારની ટિપ્પણી માંગી રહ્યું છે. પરંતુ તેમનું મૌન બહેરાશભર્યું છે. મારી પત્ની બાબતે છ વર્ષ પછી પણ તેમણે એક પણ વાત કરી નથી. મેઘનને એક તબક્કે પોતાના સહિત શાહી પરિવારના કેટલાક લોકો દ્વારા “સ્ટીરિયોટાઇપિંગ”નો સામનો કરવો પડ્યો હતો.’’
પ્રિન્સ હેરીએ એન્ડરસન કૂપરને સીબીએસ ન્યૂઝ પર 60 મિનિટ માટે એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. જે આઇટીવીના શોના થોડા કલાકો પછી પ્રસારિત થયો હતો. જેમાં તેઓ કેમિલા, ક્વીન કોન્સોર્ટ અને મીડિયા સાથેના તેના સંબંધો વિશે બોલતા જોવાયા હતા.
95-મિનિટના ઇન્ટરવ્યુમાં, હેરીએ જણાવ્યું હતું કે ‘’મેઘન વિશેની સ્ટીરિયોટાઇપ્સ – એક અમેરિકન અભિનેત્રી, છૂટાછેડા લીધેલ, બાયરાશિયલ તરીકેની છાપ વિલયમ અને કેટના પરિવારમાં તેનું સ્વાગત કરવામાં અવરોધરૂપ બની હતી. વિલિયમે તેને મેઘન સાથે લગ્ન કરવાથી ક્યારેય મનાઈ કરવાનો પ્રયાસ કર્યો ન હતો પરંતુ તેણે “કેટલીક ચિંતાઓ વ્યક્ત કરી ચેતવણી આપી હતી કે આ તમારા માટે ખરેખર મુશ્કેલ હશે. હું આજે પણ ખરેખર સમજી શક્યો નથી કે તે કયા ભાગ વિશે વાત કરી રહ્યો હતો. પરંતુ કદાચ તેણે આગાહી કરી હશે કે બ્રિટિશ પ્રેસની પ્રતિક્રિયા શું હશે.”
2008ની તપાસમાં જાણવા મળ્યું હતું કે ડાયનાની આંશિક રીતે ગેરકાયદેસર રીતે હત્યા કરવામાં આવી હતી. કારણ કે તેનો ડ્રાઇવર “ઘણો બેદરકાર, નશામાં હતો અને અતિશય ઝડપે ડ્રાઇવિંગ કરતો હતો.
ઇન્ટરવ્યુ દરમિયાન, હેરીએ એવી આશા વ્યક્ત કરી હતી કે તે એક દિવસ તેના પિતા અને ભાઈ સાથે સમાધાન કરી લેશે. ક્ષમા એ 100% શક્યતા છે, કારણ કે હું મારા પિતાને પાછા મેળવવા માંગુ છું. હું મારા ભાઈને પાછો મેળવવા માંગુ છું.”
સીબીએસ ન્યૂઝના એન્ડરસન કૂપરની સાથે તેણે ગુડ મોર્નિંગ અમેરિકાના માઈકલ સ્ટ્રહાન સાથે એક શો માટે વાત કરી છે જે સોમવાર પછીથી પ્રસારિત થશે. તો મંગળવારે સીબીએસ પર સ્ટીફન કોલ્બર્ટના લેટ શોમાં મહેમાન તરીકે પણ દેખાશે.