પ્રિન્સ ચાર્લ્સની ચેરીટી પ્રિન્સ ઓફ વેલ્સ ચેરીટેબલ ફંડ (PWCF)ને તેમના સહાયકોની સલાહથી વિપરીત, અલ-કાયદાના સ્થાપક ઓસામા બિન લાદેનના સાવકા ભાઈઓ – બકર બિન લાદેન અને શફીકના શ્રીમંત પરિવાર પાસેથી 1 મિલિયન પાઉન્ડનું દાન મળ્યું હોવાનું ધ સન્ડે ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું છે.
પ્રિન્સ 30 ઓક્ટોબર, 2013ના રોજ લંડનના ક્લેરેન્સ હાઉસમાં બકરને મળ્યા હતા. ઓસામાએ તેમના પિતા – યમનમાં જન્મેલા ટાયકૂન મોહમ્મદ બિન અવદ બિન લાદેન દ્વારા બકર અને શફીક સાથે તેના પારિવારિક સંબંધો શેર કર્યા હતા. જેમણે સાઉદી અરેબિયામાં બાંધકામ જૂથ બિન લાદિન જૂથની સ્થાપના કરી હતી.
બકર અથવા શફીક આતંકવાદના કોઈપણ કૃત્ય સાથે જોડાયેલા નથી. પરંતુ બકરને ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનના ભાગરૂપે 2017 માં અટકાયતમાં લેવામાં આવ્યો હતો અને ગયા વર્ષે તેને મુક્ત કરવામાં આવ્યો હતો.
2013માં શેખ બકર બિન લાદેન તરફથી આપવામાં આવેલ દાન તે સમયે PWCF ટ્રસ્ટીઓ દ્વારા કાળજીપૂર્વક ધ્યાનમાં લેવામાં આવ્યું હતું અને દાન સ્વીકારવાનો નિર્ણય ચેરિટીના ટ્રસ્ટીઓ દ્વારા લેવામાં આવ્યો હતો.