- પ્રી માંડવ દ્વારા
કોરોનોવાઇરસ રોગચાળા દરમિયાન કોમ્યુનિટી ફાર્માસિસ્ટના અદ્વિતિય કાર્યની ઉજવણી કરવા માટે બુધવાર, 4 મેના રોજ સાંજે 5:30 વાગ્યે રોયલ હાઇનેસ ધ પ્રિન્સ ઓફ વેલ્સ લંડનના વિખ્યાત સેન્ટ જેમ્સ પેલેસ ખાતે એક રિસેપ્શનનું આયોજન કરનાર છે. પ્રિન્સ ચાર્લ્સ દ્વારા 200 જેટલા સમુદાય ફાર્માસિસ્ટને આમંત્રણ આપવામાં આવ્યું છે.
ગયા નવેમ્બરમાં સેન્ટ્રલ લંડનમાં એપોથેકરીઝ હોલમાં નેશનલ ફાર્મસી એસોસિએશન (NPA)ના શતાબ્દી ભોજન સમારંભમાં પ્રિન્સ ચાર્લ્સે કોવિડ-19 રોગચાળા દરમિયાન કોમ્યુનિટી ફાર્માસિસ્ટના પ્રયાસોની સરાહના કરી હતી.
આમંત્રિતોમાં કંપની કેમિસ્ટ એસોસિએશન, એસોસિએશન ઑફ ઇન્ડિપેન્ડન્ટ મલ્ટીપલ ફાર્મસીઝ અને NPA દ્વારા નામાંકિત કરાયેલા ફાર્માસિસ્ટ્સનો સમાવેશ થાય છે.