ન્યુ યોર્કમાં દાખલ કરાયેલા કોર્ટના દસ્તાવેજો દર્શાવે છે કે બ્રિટનના પ્રિન્સ એન્ડ્રુએ તા. 15ના રોજ નાટકીય રીતે યુએસ સિવિલ સેક્સ કેસમાં તેના પર આરોપ મૂકનાર વર્જિનિયા રોબર્ટ્સ સાથે ‘સૈદ્ધાંતિક રીતે સમાધાન’ કરી કેસની પતાવટ કરી હોવાનું બહાર આવ્યું છે. ડ્યુકે ‘એપસ્ટેઇન સાથેના જોડાણનો ખેદ વ્યક્ત કર્યો હતો. પરંતુ તેમણે સેક્સ સોલ્ટ કર્યો હોવાનું સ્વીકાર્યું નહતું.
એન્ડ્રુ હવે પીડિતોના અધિકારોના સમર્થનમાં શ્રીમતી ગિફ્રેની ચેરિટી માટે ‘નોંધપાત્ર દાન’ કરશે. તેમણે તેણીની ‘બહાદુરી’ અને અન્ય ટ્રાફીકીંગનો ભોગ બનેલા લોકોની પ્રશંસા કરી હતી.
શ્રીમતી ગિફ્રેએ ગયા ઓગસ્ટમાં ડ્યુક સામે આરોપ લગાવ્યો હતો કે તેણે બે દાયકાથી વધુ સમય પહેલા તેણીનું જાતીય શોષણ કર્યું હતું. ત્યારે તે 17 વર્ષની હતી.