વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશામાં બાલાસોર ખાતે જ્યાં ટ્રેન દુર્ઘટના સર્જાઇ હતી ત્યાં પહોંચીને સમગ્ર સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે. આ ઉપરાંત તેઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ઇજાગ્રસ્તોની મુલાકાત પણ લીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન નજીક શુક્રવારે સાંજે ત્રણ ટ્રેનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઓડિશાના મુખ્ય સચિવ પીકે જેનાના જણાવ્યા મુજબ આ અકસ્માતમાં કુલ 288 લોકોના મોત થયા છે જ્યારે 900થી વધુ લોકોને ઇજા થઇ છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો માટે રૂ. દસ લાખની સયહાની જાહેરાત કરવામાં આવી છે અને પીએમ રિલીફ ફંડમાંથી બે લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. મૃતકોના પરિવારજનોને કુલ 12 લાખ આપવામાં આવશે.
આ અકસ્માત અંગ રેલવે પ્રધાન અશ્વિની વેષ્ણવે જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે અને તેના માટે ઉચ્ચ કક્ષાની સમિતી બનાવવામાં આવશે.