વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપ વિસ્તારમાં નિશાન પબ્લિક સ્કૂલના પોલિંગ બૂથ પર સવારે 7.30 વાગ્યે મતદાન કર્યું ત્યારે પોલિંગ બૂથની નજીકમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. REUTERS/Adnan Abidi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપ વિસ્તારમાં નિશાન પબ્લિક સ્કૂલના પોલિંગ બૂથ પર સવારે 7.30 વાગ્યે મતદાન કર્યું ત્યારે પોલિંગ બૂથની નજીકમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા.

અમિત શાહે શહેરના નારણપુરા સબ-ઝોનલ ઓફિસમાં મતદાન કર્યું હતું. અમિત શાહની સાથે તેમના પત્ની સોનલ શાહ, પુત્ર જય શાહ અને પુત્રવધૂ રિશિતા પટેલ પણ હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા વિસ્તારમાં મતદાન કર્યું હતું.

મતદાન કરવા માટે નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત સોમવારની રાત્રે ગુજરાતમાં આવી પહોંચ્યા હતા. મતદાન કર્યા પછી વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આજે આપણા દેશમાં ‘દાન’નું ખૂબ મહત્વ છે અને તે જ ભાવનાથી દેશવાસીઓએ શક્ય તેટલું વધુ મતદાન કરવું જોઈએ.

વડાપ્રધાન મોદી મતદાન કરવા આવ્યા ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાણીપમાં નિશાન સ્કૂલ પહોંચતા વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ હાથ હલાવીને લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. મોદીએ કેટલાક બાળકો સાથે વાતચીત પણ કરી હતી.

વોટ આપ્યા પછી મોદીએ કહ્યું હતું કે લોકશાહીમાં મતદાન મહાદાન નથી. આપણા દેશમાં દાનનું ખૂબ મહત્વ છે અને એ જ ભાવના સાથે દેશવાસીઓએ બને તેટલું વધુ મતદાન કરવું જોઈએ. આજે ત્રીજા તબક્કાનું મતદાન છે. ચૂંટણી ત્રણ અઠવાડિયા સુધી ચાલશે અને ચાર તબક્કા બાકી છે. હું અહીં નિયમિત મતદાન કરું છું. અમિતભાઈ અહીંથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

LEAVE A REPLY