(ANI Photo)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઇજિપ્તના ગ્રાન્ડ મુફ્તી શૌકી ઇબ્રાહિમ અબ્દેલ-કરીમ અલ્લામ સાથે મુલાકાત કરી અને હતી અને સામાજિક સંવાદિતાને પ્રોત્સાહન આપવાના તથા ઉગ્રવાદ અને કટ્ટરવાદનો સામનો કરવા સંબંધિત મુદ્દાઓની ચર્ચાવિચારણા કરી હતી. અગાઉ ગ્રાન્ડ મુફ્તી શૌકી ઈબ્રાહિમ અબ્દેલ-કરીમ અલ્લામ અગાઉ દિલ્હીમાં એક સૂફી કોન્ફરન્સમાં પીએમ મોદીને મળ્યા હતા.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, તેઓએ ભારત અને ઇજિપ્ત વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંબંધોની ચર્ચાવિચારણા કરી હતી. આ દરમિયાન સમાજમાં સામાજિક અને ધાર્મિક સંવાદિતા તથા ઉગ્રવાદ અને કટ્ટરવાદનો સામનો કરવા સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું. ગ્રાન્ડ મુફ્તીએ કહ્યું હતું કે “વડાપ્રધાન મોદીને મળવાનું મને સન્માન મળ્યું છે. તે ખૂબ જ સરસ અને રસપ્રદ મીટિંગ હતી. હકીકતમાં, તે ભારત જેવા મોટા દેશ માટે સમજદાર નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે.

LEAVE A REPLY