ઇજિપ્તના પ્રમુખ અબ્દેલ ફત્તાહ અલ-સીસીએ ભારતના વડા પ્રધાન નરેન્દ્રનું મોદીએ રવિવાર, 25 જૂને ઇજિપ્તના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઓર્ડર ઓફ ધ નાઇલ'થી સન્માન કર્યું હતું. . (ANI Photo)

​​ઇજિપ્તના પ્રમુખ અબ્દેલ ફત્તાહ અલ-સીસીએ ભારતના વડા પ્રધાન નરેન્દ્રનું મોદીએ રવિવાર, 25 જૂને ઇજિપ્તના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ધ નાઇલ’થી સન્માન કર્યું હતું. વિશ્વના જુદા જુદા દેશોએ વડાપ્રધાન મોદીને એનાયત કર્યું હોય તેવું આ 13મું સર્વોચ્ચ નાગરિક સન્માન છે.

આ પહેલા અગાઉ પીએમ મોદીએ ઇજિપ્તની ઐતિહાસિક 11મી સદીની અલ-હકીમ મસ્જિદ અને કૈરોમાં હેલીઓપોલિસ કોમનવેલ્થ વોર સેમેટ્રીની મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ ઇજિપ્તના પ્રેસિડન્ટ સાથે પણ વાતચીત કરી હતી. 26 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાન દ્વારા ઈજિપ્તની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. અલ-સીસી સપ્ટેમ્બરમાં G-20 સમિટ માટે ભારતની મુલાકાતે પણ આવવાના છે, જ્યાં ઇજિપ્તને વિશેષ અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે.
ધી ઓર્ડર ઓફ ધ નાઇલ (કિલાદત અલ નીલ)ની સ્થાપના 1915માં ઇજિપ્તના સુલતાન હુસૈન કામેલ દ્વારા દેશને ઉપયોગી સેવા આપનાર વ્યક્તિઓને પુરસ્કાર આપવા માટે કરવામાં આવી હતી. 1953માં રાજાશાહી નાબૂદ થઈ ત્યાં સુધી તે ઇજિપ્તના રાજા દ્વારા આપવામાં આવતું સન્માન હતું. ઇજિપ્ત 1953માં પ્રજાસત્તાક બન્યા પછી ઇજિપ્તના સર્વોચ્ચ રાજ્ય સન્માન તરીકે સેવા આપવા માટે ઓર્ડર ઓફ ધ નાઇલની પુનઃરચના કરવામાં આવી હતી.

LEAVE A REPLY