વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડિયા ગ્લોબલ વીક 2020ને સંબોધિત કરતાં કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઈન્ડિયા ઇન્કએ શાનદાર કામ કર્યું છે. કોરોના વાયરસની આ મહામારીમાં દેશની ઇકોનોમીને રીવાઇવલ પર ચર્ચા કરવી સ્વાભાવિક છે. છેલ્લા 6 વર્ષમાં ભારતમાં GST સહિત હાઉસિંગ, ઇન્ફ્રા, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ, ટેક્સ સુધારમાં ઘણું કામ કર્યું છે.આ કાર્યક્રમને બ્રિટન આયોજિત કરી રહ્યું છે. આ ડિજિટલ કાર્યક્રમમાં આત્મનિર્ભર ભારત પર એક પ્રેઝન્ટેશન પણ આપવામાં આવશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગ્લોબલ રિવાઇવલ જ્યારે થશે તેમાં ભારતની ભૂમિકા અગત્યની રહેશે. જે અશક્ય માનવામાં આવે છે તેને પ્રાપ્ત કરવાની ક્ષમતા ભારતીયો પાસે છે. જ્યારે આર્થિક સુધારોની વાત આવે છે, ભારત હંમેશા સારું જ જોવા મળ્યું છે. ટેક્નોલોજીનો આભાર માનતાં પીએમ મોદીએ કહ્યું કે આજે ટેક્નોલોજીના માધ્યમથી જરૂરિયાત વાળા લોકો પાસે બધું પહોંચી ગયું છે. બેન્કના એકાઉન્ટમાં પૈસા પહોંચી ગયા છે. ફ્રીમાં અનાજ અને અન્ય જરૂરિયાતનો સામાન પહોંચી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, આત્મનિર્ભર ભારતનો અર્થ સ્વયં સુધી સીમિત ન હોવો કે દુનિયા માટે બંધ થવું નથી.
તેનો અર્ત સેલ્ફ સસ્ટેનિંગ અને સેલ્ફ જનરેટિંગ થવાનો છે. મહામારીએ ફરી એકવાર દર્શાવ્યું છે કે ભારતની દવા ઇન્ડસ્ટ્રી માત્ર ભારત માટે જ અસેટ નથી પરંતુ દુનિયા માટે પણ છે. વિકાસશીલ દેશો માટે ભારતે દવાઓનો ખર્ચ ઓછો કરવામાં મોટી ભૂમિકા નિભાવી છે.વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, ભારત દુનિયાની સૌથી ખુલી અર્થવ્યવસ્થા પૈકીની એક છે. અમે ભારતમાં તમામ ગ્લોબલ કંપનીઓનું સ્વાગત કરીએ છીએ.
આજે ભારત જે અવસર આપી રહ્યું છે, ખૂબ ઓછા દેશ આવું કરશે. ભારતમાં અનેક સેક્ટર્સમાં અનેક શક્યતાઓ અને અવસર છે. અમારા કૃષિ સુધારમાં અનેક પ્રકારની રોકાણની તક છે.ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ સુધી ચાલનારા આ વર્ચ્યૂઅલ સંમેલનનો વિષય છે, ‘બી ધ રિવાઇવલઃ ઈન્ડિયા એન્ડ અ બેટર ન્યૂ વર્લ્ડ.’ ઈન્ડિયા ગ્લોબલ વીક 2020માં 30 દેશોના 5000 વૈશ્વિક પ્રતિભાગીઓને 75 સત્રોમાં 250 વૈશ્વિક વક્તા સંબોધિત કરશે.