અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને વ્હાઉટ હાઉસના નવા પ્રેસ સેક્રેટરી તરીકે કેરિન જિન-પીયરની નિમણુકની જાહેરાત કરી છે. પીયર વ્હાઈસ હાઉસમાં પ્રેસ સેક્રેટરીનું પદ સંભાળનાર પ્રથમ અશ્વેત અને LGBTQ (લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર) સમુદાયની મહિલા હશે. પીયર 12 મેથી હાલના પ્રેસ સેક્રેટરી જેન સાકીનું સ્થાન લેશે.
કેરીન જિન પીયરની ઓળખ એક અમેરિકન પોલિટિકલ કેમ્પેનર, એક્ટિવિસ્ટ, રાજકીય વિવેચક છે.તેમનો જન્મ ઓગસ્ટ 1977માં ફ્રાન્સના હૈતી પરિવારમાં થયો હતો, પરંતુ ઉછેર ન્યૂયોર્કમાં થયો હતો કેરિનના પિતા ટેક્સી ડ્રાઈવર અને માતા મેડિકલ ફીલ્ડ સાથે જોડાયેલા હતા. કરીને ન્યૂયોર્ક ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. તેમણે વર્ષ 2003માં સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ એન્ડ પબ્લિક અફેયર્સ, કોલંબિયા યુનિવર્સિટીમાંથી માસ્ટર્સની ડિગ્રી મેળવી છે.