ભાજપના વડપણ હેઠળના સત્તાધારી NDA ગઠબંધને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મુના નામની જાહેરાત કરી છે. અગાઉ વિરોધ પક્ષોએ દેશના આ સર્વોચ્ચ હોદ્દાની ચૂંટણી માટે યશવંત સિંહાને તેમના ઉમેદવાર જાહેર કર્યા હતા. આમ રાષ્ટ્રપતિ પદ માટે ભાજપના ઉમેદવાર દ્રોપદી મુર્મુ અને વિપક્ષના યશવંત સિંહા વચ્ચે ચૂંટણી જંગ યોજાશે. આ ચૂંટણીમાં એનડીએનું પલ્લુ ભારે હોવાથી દ્રૌપદી મુર્મુ ભારતના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બનવાની પૂરી શક્યતા છે.
દ્રૌપદી મુર્મુ અગાઉ ઝારખંડના રાજ્યપાલ રહી ચૂક્યા છે. ભાજપના પ્રમુખ જેપી નડ્ડાએ દ્રૌપદી મુર્મુના નામની જાહેરાત કરતા કહ્યું કે પહેલી વખત કોઈ મહિલા આદિવાસી ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવી છે. અમે આગામી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે દ્રૌપદી મુર્મુને NDAના ઉમેદવાર તરીકે જાહેર કરીએ છીએ. દેશના આગામી રાષ્ટ્રપતિ પદ માટે NDAએ ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મુના નામ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. જ્યારે વિપક્ષે પૂર્વ કેન્દ્રિય પ્રધાન યશવંત સિન્હાને આ પદ માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. ઝારખંડના રાજ્યપાલ પદે રહેલા 64 વર્ષના દ્રૌપદી મુર્મુ ઓડિશાના મયૂરગંજના રહેવાસી છે. તેઓ ઓડિશાના જ રાયરંગપુરથી ધારાસભ્ય રહી ચૂક્યાં છે. તેઓ પહેલાં ઓડિયા નેતા છે જેમને રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. મુર્મુ ઝારખંડના પહેલાં આદિવાસી મહિલા રાજ્યપાલ પણ રહ્યાં છે.
દ્રૌપદી મુર્મુ દેશના પ્રથમ આદિવાસી મહિલા ગવર્નર છે. તેઓ વર્ષ 2015થી 2021 સુધી ઝારખંડના ગવર્નર રહ્યા છે.
20 જૂન, 1958ના રોજ જન્મેલા દ્રૌપદી મુર્મુએ અભ્યાસ ભુવનેશ્વરની રમાદેવી વુમેન્સ કોલેજમાંથી કર્યો છે. તેઓની દીકરીનું નામ ઈતિશ્રી મુર્મુ છે. વર્ષ 2013થી 2015 સુધી દ્રૌપદી મુર્મુ બીજેપીના એસટી મોર્ચાના રાષ્ટ્રીય એક્ઝિક્યુટિવ સભ્ય રહ્યા. વર્ષ 2010માં તેમણે મયુરભંજ (પશ્ચિમ)થી બીજેપીના જિલ્લા અધ્યક્ષની કમાન સંભાળી. તેઓને વર્ષ 2007માં સર્વશ્રેષ્ઠ ધારાસભ્ય માટે નીલકંઠ પુરસ્કારથી સન્માનિત કરાયા. વર્ષ 2006થી 2009 દરમિયાન તેઓ બીજેપીના એસટી મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ રહ્યા. 2004થી 2009 દરમિયાન દ્રૌપદી મુર્મુ ઓડિશાના રાયરંગપુરથી વિધાનસભાના સભ્ય હતા. વર્ષ 2002થી 2009 દરમિયાન દ્રૌપદી મુર્મુએ બીજેપીના રાષ્ટ્રીય એક્ઝિક્યુટિવ સભ્ય તરીકે એસટી મોર્ચાની જવાબદારી સંભાળી. 2000થી 2004 દરમિયાન તેઓ ઓડિશા સરકારમાં પરિવહન અને વાણિજ્ય વિભાગના મંત્રી રહ્યા. 2002થી 2004 દરમિયાન તેમણે ઓડિશા સરકારના પશુપાલન વિભાગની જવાબદારી સંભાળી.સંભાળી હતી.
રિ