અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક હરીફ ઉમેદવાર જો બિડેન વચ્ચેની ગુરુવારે યોજનારી અંતિમ પ્રેસિડેન્શિયલ ડિબેટમાં મ્યુટ બટન રાખવામાં આવશે, જેથી એક ઉમેદવાર બીજાની દખલગીરી વગર બોલી શકે છે, એમ સોમવારે ઓર્ગેનાઇઝર્સે જણાવ્યું હતું. 29 સપ્ટેમ્બરની પ્રથમ ડિબેટમાં ટ્રમ્પે વારંવાર દખલગીરી કરી હતી અને એક તબક્કે બિડેન બોલવું પડ્યું હતું કે વિલ યુ શટ અપ, મેન.
ટ્રમ્પે કેમ્પેઇનના આયોજકોએ નિયમમાં ફેરફાર સામે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ જણાવ્યું હતું કે ટ્રમ્પ ગુરુવારની આ નાઇટ ઇવેન્ટમાં ભાગ લેશે.ડિબેટ અંગેના પ્રેસિડેન્શિયલ કમિશને જણાવ્યું હતું કે નેશવિલે, ટેનેસી ખાતેની આ ડિબેટમાં દરેક ઉમેદવારના માઇક્રોફોન સાઇલન્ટ કરવામાં આવશે, જેથી ડિબેટના દરેક 15 મિનિટના સેગમેન્ટના પ્રારંભમાં બીજા ઉમેદવાર બે મિનિટ સુધી બોલી શકે છે. આ પછી બંને બંને માઇક્રોફોન ચાલુ કરવામાં આવશે.
ટ્રમ્પના કેમ્પેઇન મેનેજર બિલસ્ટીપિયને જણાવ્યું હતું કે પક્ષપાતી કમિશને તેમના પસંદગીના ઉમેદવારને લાભ આપવા માટે નિયમમાં છેલ્લી ઘડીએ ફેરફાર કર્યો હોવા છતાં પ્રેસિડન્ટ ટ્રમ્પ ડો બિડેન સાથે ચર્ચા કરવા માટે પ્રતિબદ્ધ છે.