અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા દેશ-વિદેશમાં ખૂબ જ જાણીતી છે. આ વર્ષે જુલાઇમાં નીકળનારી 147મી રથયાત્રાની તૈયારીના ભાગરૂપે શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરથી શનિવારે જળયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જગન્નાથ મંદિરથી સાબરમતી નદીના તટ પર આવેલા સોમનાથ ભુદરના આરે જળ ભરવા એક યાત્રા નીકળી હતી. શણગારેલા 108 કળશ સાથે નીકળેલી યાત્રા મંદિરેથી નીકળી નદી કાંઠે જઈ ત્યાં પૂજન વિધી કરવામાં આવી હતી. રથયાત્રા જેવી જ ધામધૂમથી નીકળેલી જળયાત્રામાં શણગારેલા ગજરાજ, ઘોડા સાથે બગી, કળશ સાથે ભક્તો, ભજન મંડળીઓ જેવા અનેક ભક્તો જળયાત્રામાં જોડાયા હતા. જળયાત્રામાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સાથે વગેરે મહાનુભાવો સહિત સાધુ-સંતો વગેરે જોડાયા હતા.

LEAVE A REPLY