Preparation for KBC 15 begins
(ANI Photo)

ભારતના ટેલીવિઝન શોના ઇતિહાસમાં સૌથી લોકપ્રિય રિયાલિટી ક્વિઝ ‘શો કૌન બનેગા કરોડપતિ’ ફરીથી આ વર્ષે જોવા મળશે. અમિતાભ બચ્ચનની વધતી ઉંમરને પગલે દર વર્ષે આ શો પૂર્ણ થાય, ત્યારે એ સવાલ લોકોના મનમાં જરૂર હોય છે કે આવતા વર્ષે આ શોનું સંચાલન કોણ કરશે? અને અમિતાભ દર વર્ષે ફેન્સને સરપ્રાઇઝ આપતાં આ શોનું હોસ્ટિંગ કરવા પરત ફરે છે.

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન જ હવે 15મી સીઝનનું સંચાલન કરશે. નિર્માતાઓએ શો માટે રજિસ્ટ્રેશન 29 એપ્રિલથી શરૂ થવાની જાહેરાત કરી છે. આ શોના પ્રોમોમાં બિગ બીને હોટ સીટ પર બેઠેલા જોઈ શકાય છે, જ્યારે એક મહિલા હોટ સીટ સુધી પહોંચવા માટે રસ્તો શોધવા માટે મેપ જોઈ રહી છે. છેવટે તે જમીન ખોદીને હોટ સીટ પર પહોંચી જાય છે. તે બિગ બીને ક્વિઝ રમવા માટે કહે છે, જેના જવાબમાં તેઓ કહે છે કે હોટ સીટ પર પહોંચવા માટે આડાઅવળા રસ્તા અપનાવશો નહીં.

તેઓ કહે છે કે બસ ફોન ઉઠાવો, 29 એપ્રિલે નવ કલાકે રજિસ્ટ્રેશન કરાવવાનો એકમાત્ર પ્રકાર છે. મારા સવાલનો જવાબ આપો અને રજિસ્ટ્રેશન શરૂ થઈ જશે, એમ તેમણે કહ્યું હતું. 14મી સીઝન સાત ઓગસ્ટ, 2022એ શરૂ થઇ હતી, જેણે આઝાદીનાં 75 વર્ષ પૂરા થવાનો ઉત્સવ ઊજવ્યો હતો. આ શો સોની એન્ટરટેઇન્મેન્ટ ટેલિવિઝન પર પ્રસારિત થશે.

LEAVE A REPLY