ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન પ્રેમિલા જયપાલનો સતત ત્રીજી મુદત માટે અમેરિકાના પ્રતિનિગૃહ માટે વિજય થયો હતો. ચેન્નાઇમાં જન્મેલા 55 વર્ષીય જયપાલ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હતા. તેમણે વોશિંગ્ટન સ્ટેટના સેવન્થ કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાં રિપબ્લિકન ઉમેદવાર ક્રેગ કેલરને જંગી સરસાઈથી પરાજય આપ્યો હતો.
મતગણતરીના છેલ્લાં અહેવાલ મુજબ પ્રેમિલા જયપાલને આશરે 80 ટકા મત મળ્યા હતા. છેલ્લાં ચાર વર્ષથી અમેરિકન કોંગ્રેસમાં ટોચના પ્રગતિશીલ લોમેકર્સમાં સ્થાન હાંસલ કરનારા જયપાલને 344,541 મત મળ્યા હતા, જ્યારે કેલરને માત્ર 61,940 મત મળ્યા હતા.
જમ્મુ એન્ડ કાશ્મીરમાં ભારતની નીતિ અને સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)ના ટીકાકાર જયપાલ 2017માં યુએસ પ્રતિનિધિ ગૃહમાં ચૂંટાયેલા પ્રથમ ઇન્ડિયન અમેરિકન મહિલા બન્યાં હતાં.