બોલિવુડ 46 વર્ષની અભિનેત્રી પ્રીતિ ઝિંટાના ઘરે સરોગેસી દ્વારા જુડવા બાળકોનો જન્મ થયો છે. આ ખુશ ખબર એક્ટ્રેસે ગુરુવારે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે શેર કરી છે. પ્રીટિએ 2016માં જીન ગુડઇનફ સાથે અમેરિકા લગ્ન કર્યા હતા અને લોસ એન્જેસલમાં રહે છે. જીન ફાઈનાન્શિયલ ક્ષેત્રમાં છે. પ્રીતિએ તેના બાળકોના નામ જય અને જિયા રાખ્યા છે.
તેણે પોસ્ટમાં લખ્યું છે ‘હું આજે આપ તમામની સાથે અમારી સાથે જોડાયેલી એક અદ્દભુત ખબર આપવા માગુ છું. હું અને જીન અત્યંત ખુશ છે. અમારું હૃદય કૃતજ્ઞતા અને પ્રેમથી ઉભરાઈ ગયું છે, કારણ કે અમારા ઘરમાં બે જુડવા બાળકો જય ઝિંટા ગુડઈનફ અને જિયા ઝિંટા ગુડઈનફનો જન્મ થયો છે’
પ્રીતિ ઝિન્ટાની પોસ્ટ પર કોમેન્ટ કરીને ફેન્સ અને ઈન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્સ અભિનંદન પાઠવી રહ્યા છે. નરગિસ ફકરીએ લખ્યું છે ‘તમે લોકો ક્યૂટ છો’. લગ્ન બાદ પ્રીતિ ઝિંટા સિલ્વર સ્ક્રીનથી દૂર છે. જો તે, તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ફેન્સ સાથે ઘણીવાર પોતાની તસવીરો અને વીડિયો શેર કરે છે.પ્રીતિ ઝિંટાએ ઓગસ્ટ મહિનામાં બોલિવુડમાં 23 વર્ષ પૂરા કર્યા હતા. આ દિવસે તેણે લાંબી પોસ્ટ લખીને જર્નીને વાગોળી હતી.