એશિયન ટૂરિંગ કંપની, રિફ્કો થિયેટર કંપનીના સ્થાપક અને આર્ટીસ્ટીક ડાયરેક્ટર પ્રવેશ કુમારને બ્રિટિશ થિયેટરમાં તેમના યોગદાન માટે MBEનું બહુમાન આપવામાં આવ્યુ છે. કુમારે કહ્યું હતું કે “હું સ્લાવમાં મારા ઘરના બેડરૂમથી દૂર વિન્ડસર કાસલને જોઈને મોટો થયો છું. આ એક સ્વપ્ન જેવું લાગે છે. મને મારા કામ માટે માન્યતા મળી અને આવી પ્રતિષ્ઠિત કંપનીમાં હોવાનો મને આનંદ છે. હું 21 વર્ષથી બ્રિટિશ એશિયન ફોકસ્ડ થિયેટર બનાવી રહ્યો છું અને આવા અદ્ભુત સર્જનાત્મક અને કલાકારો સાથે કામ કરવા બદલ હું ધન્યતા અનુભવું છું.”
તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ માન્યતા વ્યાપક બ્રિટિશ થિયેટર ઉદ્યોગને બ્રિટિશ એશિયન થિયેટરના મહત્વ વિશેનો સંદેશ મોકલશે, ખાસ કરીને એવા સમયે જ્યારે “તમારા દેશમાં પાછા જાઓ” માટેનો અવાજ ઉઠાવવામાં આવે છે.