17th Tourist Indian Day

સમગ્ર વિશ્વમાં ભારતીય ડાયસ્પોરા દ્વારા ઉજવાતા 17મુ પ્રવાસી ભારતીય દિવસ (PBD) સંમેલન 8 થી 10 જાન્યુઆરી 2023 દરમિયાન મધ્ય પ્રદેશ, ભારતના ઈન્દોર ખાતે યોજાનાર છે. જેમાં ભારતની પ્રગતિ અને યોગદાનને વિદેશી ભારતીય લોકો દ્વારા યાદ કરાય છે. 17મા PBD ની થીમ “ડાયાસ્પોરા: રીલાયેબલ પાર્ટનર્સ ફોર ઇન્ડિયાઝ પ્રોગ્રેસ ઇન અમૃત કાલ’  રાખવામાં આવ્યું છે.

ભારત સરકાર અને તમામ દેશોના  સ્થાનિક એમ્બેસડર અને હાઇકમિશ્નર્સ દ્વારા તમામ ભારતીય ડાયસ્પોરા સભ્યોને 17મા પ્રવાસી ભારતીય દિવસ (PBD) સંમેલનમાં ભાગ લેવા અને નીચેની સુવિધાઓનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

તા. 30મી નવેમ્બર 2022 પહેલાં નોંધણી કરાવનારા લોકોને રજિસ્ટ્રેશન શુલ્ક પર 20% નું અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ મળશે.

17મા પ્રવાસી ભારતીય દિવસ (PBD) સંમેલનમાં ભાગ લેવા આવનાર  પ્રતિનિધિઓ/પ્રતિભાગીઓને વિઝા એપોઇન્ટમેન્ટમાં પ્રાથમિકતા મળશે. ભારત સરકારના  મંત્રાલયે પ્રવાસી ભારતીય દિવસમાં હાજરી આપવા માટે ભારતની મુલાકાત લેનાર ભારતીય મૂળના –  પીઆઈઓની વિઝા ફી માફ કરવાની મંજૂરી આપી છે, આમ વિઝા મફત ધોરણે જારી કરવામાં આવશે. આવાસ માટે ભારત સરકાર દ્વારા રૂમના દરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.

હોટેલ રૂમની સુધારેલી કિંમતો નીચે આપેલ છે:

હોટેલનું રેન્કીંગ ડીલક્સ ડીલક્સ પ્રીમિયમ પ્રીમિયમ સ્યુટ સ્યુટ
 જૂના ભાવ નવા ભાવ જૂના ભાવ નવા ભાવ જૂના ભાવ  નવા ભાવ
5સ્ટારDLX 15000  10800  17500  13000  22500  16200
5 સ્ટાર 15000  8650  17500  10800  22500  11900
4 સ્ટાર  10000  5250  11500  7350  15000  8400
3 સ્ટાર  5000  3150  6500  4200  9000  5250

એમપી સ્ટેટ ટુરીઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MPSTDC) એ તેના આવાસ પોર્ટલ પર બુકિંગ કરવામાં થતી મુશ્કેલીને લગતી ફરિયાદોને દૂર કરવા માટે પણ પગલાં લીધાં છે. ચૂકવણી સાથે ઉચ્ચ સફળતાની ખાતરી કરવા માટે વધારાની પેમેન્ટ ગેટવે સેવાઓ ઉમેરવામાં આવી છે. એમપી ટુરિઝમે આવાસ પ્રશ્નો માટે હેલ્પલાઇન નંબર (+91- 731-2444404) અને WhatsApp સપોર્ટ (+91-9893908123) સાથે 24/7 સપોર્ટ પણ પ્રદાન કરે છે.

PBD એટેન્ડિઝ માટે ખાસ ડિસ્કાઉન્ટેડ કિંમતોનું પેકેજ ડિસેમ્બર 2022 ના બીજા અઠવાડિયા પછી ઉપલબ્ધ રહેશે નહીં અને જો સંભવિત PBD એટેન્ડિઝ દ્વારા બુકિંગ નોંધપાત્ર રીતે નહીં વધે તો રાજ્ય સામાન્ય લોકો માટે રૂમ રિલીઝ કરશે. ભારતમાં ડિસેમ્બર-જાન્યુઆરી એ ઉચ્ચ પ્રવાસી મોસમ છે તેથી હોટલ લાંબા સમય સુધી રૂમને રોકી રાખશે નહીં.

વધુ માહિતી માટે કૃપા કરીને વેબસાઇટ પર લોગ ઇન કરો: https://pbdindia.gov.in/pbd. નોંધણી માટે નીચેની લિંક છે: https://pbdindia.gov.in/register-now

નામની નોંધણી કરાવ્યા પછી કૃપા કરીને કન્ફર્મેશન  માટે [email protected] પર ઇમેઇલ મોકલવા વિનંતી છે. સંપર્ક ઇવેન્ટ્સ ટીમ [email protected]

LEAVE A REPLY