અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના પહેલા માળનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.(ANI Photo)

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્રણ માળ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું બાંધકામ ડિસેમ્બર સુધીમાં પૂરું થઈ જવાનો અંદાજ છે તથા ‘પ્રાણ પ્રતિષ્ઠા’ મહોત્સવ ૨૨ જાન્યુઆરીએ યોજાવાની શક્યતા છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે, એમ મંદિર નિર્માણ સમિતિના ચેરપરસન નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું

વડાપ્રધાન મોદી ૨૦-૨૪ જાન્યુઆરીના ગાળામાં કોઈ એક દિવસ ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહમાં ભાગ લેશે તેવી શક્યતા છે. વડાપ્રધાન કાર્યાલયને આગામી સમયમાં નિશ્ચિત તારીખની માહિતી આપવામાં આવશે. ગ્રાઉન્ડ ફ્લોરનું બાંધકામ ડિસેમ્બર સુધીમાં પૂરું કરવાની યોજના હતી અને કામ ચોક્કસપણ નિર્ધારિત સમયમાં પૂરું થશે.

તેમણે કહ્યું હતું કે મંદિરનું બાંધકામ એવા વિઝન સાથે કરવામાં આવ્યું છે કે ઢાંચો ઓછામાં ઓછા ૧,૦૦૦ વર્ષ સુધી ટકે. મંદિરના શિખર પર એક એવું ઉપકરણ મૂકવાની યોજના છે જેની મદદથી સૂર્યના કિરણો દર વર્ષે રામ નવમીના દિવસે થોડી ક્ષણો માટે ભગવાન રામના લલાટ પર પડશે. બેંગલુરુમાં ઉપકરણ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. તેના માટે રુરકીના ધ સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ અને પુણેની એક સંસ્થાએ સંયુક્ત રીતે કમ્પ્યુટરાઇઝ્ડ પ્રોગ્રામ તૈયાર કર્યો છે.” ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ ૧૦ દિવસનો રહેશે. મિશ્રાએ જણાવ્યું હતું કે, “ભક્તોને દર્શન માટે ૧૫-૨૦ સેકંડનો સમય મળશે.

LEAVE A REPLY