બ્રેન્ટમાં આવેલા નીસ્ડન સ્થિત શ્રી BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા કરાયેલી અરજીનું મૂલ્યાંકન કરીને બ્રેન્ટ કાઉન્સિલની કેબિનેટ મંદિરની બહારના ‘મેડો ગાર્થ’ના કેટલાક ભાગનું નામ બદલીને ‘પ્રમુખ સ્વામી રોડ’ કરી શકે છે.
પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)ના પ્રમુખ અને સ્વામિનારાયણ સંસ્થાના પાંચમા આધ્યાત્મિક અનુગામી હતા. તેમનું 2016માં 94 વર્ષની વયે અવસાન થયું હતું.
સ્થાનિક રહીશોની મિલકતો દ્વારા આ અંગે કેટલીક ચિંતાઓ રજૂ કરવામાં આવી રહી છે અને તેમને લાગે છે કે આ પરિવર્તનથી તેઓ પ્રભાવિત થશે. એવો દાવો કરાયો છે કે તેનાથી બિનજરૂરી તણાવ અને પરેશાની થઈ શકે છે. બ્રેન્ટફિલ્ડ પ્રાઇમરી સ્કૂલના પ્રતિનિધિઓએ ચેતવણી આપી હતી કે કોઈપણ ફેરફાર તેના સરનામાંને વિભાજિત કરશે અને સૂચન કર્યું હતું કે “તે આપણા સમુદાય અથવા શાળા સમુદાયને પ્રતિબિંબિત કરતું નથી”. લંડન ફાયર અને ઇમરજન્સી પ્લાનિંગ ઓથોરિટીએ કહ્યું હતું કે સૂચિત નવા નામની જોડણી અને ઉચ્ચારણ “કટોકટીવાળીની સ્થિતિમાં મૂંઝવણ અને સંભવિત વિલંબનું કારણ બની શકે છે.”
બ્રેન્ટ કાઉન્સિલના અધિકારીઓએ આ ચિંતાઓનો સ્વીકાર કર્યો હતો અને કહ્યું હતું કે કાઉન્સિલરોએ બરો પર મંદિરની સકારાત્મક અસરને જોતા “ઉચિત સંતુલિત નિર્ણય” લેવો પડશે. અહેવાલમાં જણાવાયું છે કે “આ મંદિર બ્રેન્ટની રહેવાસીઓ માટે અને મુલાકાતીઓ માટે એક મહત્વપૂર્ણ સંપત્તિ છે.
“નામ બદલાવ માટેની અરજીમાં તે પાછળનો તર્ક સ્પષ્ટપણે રજૂ કરવામાં આવ્યો નથી, તેમ છતાં, મંદિરની આ સ્ટ્રીટમાં હાજરીની ઇચ્છાને માન્યતા આપવી મહત્વપૂર્ણ છે, જે તેની સંસ્કૃતિ અને તેના હજારો ઉપસ્થિતો અને મુલાકાતીઓનું પ્રતિબિંબ રજૂ કરે છે.
આ અંગેનું “માર્ગદર્શન જણાવે છે કે નામનું ઉચ્ચારણ કરવું મુશ્કેલ હોવું જોઈએ નહીં અથવા સ્પેલીંગ કરવા માટે માટે તે અઘરૂ હોવું જોઈએ નહીં. તેમ છતાં, બ્રેન્ટની વસ્તીની વૈવિધ્યસભર પ્રકૃતિને પણ સ્વીકારવી જોઈએ અને, બ્રેન્ટના સમુદાયના વિવિધ ભાગોની સંસ્કૃતિને પ્રતિબિંબિત કરવા માટે, કેટલીક શેરીના નામો વિવિધ સંસ્કૃતિઓ અને ભાષાઓને પ્રતિબિંબિત કરવા જોઈએ.”
તેમાં ઉમેરવામાં આવ્યું છે કે કાઉન્સિલને એકમાત્ર ખર્ચ, કોઈપણ સ્ટ્રીટના ચિહ્નોને બદલવાનો રહે છે જે બોર્ડ દીઠ માત્ર £150 જેટલો હોય છે.
(Local Democracy Reporting Service)