સોલિસિટર રેગ્યુલેશન ઓથોરિટી (SRA) એક્ઝીઓમ ઇન્કના અગ્રણી પ્રગ્નેશ મોઢવાડિયાને શંકાસ્પદ અપ્રમાણિકતા અને સોલિસિટરના નિયમોનો ભંગ કરવા બદલ 10 ઓગસ્ટના રોજ સસ્પેન્ડ કર્યા છે.
SRAએ જણાવ્યું હતું કે તેઓ વકીલોના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ ગયા હતા. તેમને સોલિસિટર રજિસ્ટરમાં પ્રેક્ટિસ કરવા માટે પ્રતિબંધિત તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. મોઢવાડિયા એક્ઝીઓમ ઇન્કના 15 ડિરેક્ટર્સમાંના એક છે. ઇન્ક એન્ડ કંપનીના હસ્તાંતરણ પછી તેનું નામ એક્ઝીઓમ DWFM કરાયું હતું. તેઓ પ્રાદેશિક કંપની Axiom DWFM ના મેનેજિંગ પાર્ટનર હતા અને લંડનની ફર્મ એક્ઝીઓન સ્ટોન સોલિસીટરની સ્થાપના કરી હતી. જે 2021 માં પ્રાદેશિક સંગઠન DWFM બેકહામ સાથે મર્જ થઈ હતી.
સોલિસિટરના નિયમોના શંકાસ્પદ ભંગ બદલ SRA દ્વારા અન્ય બે ડિરેક્ટરો શ્યામ મિસ્ત્રી (પ4સનલ ઇન્જરી અને મેડિકલ નેગ્લીજન્સના વડા, એક્ઝીઓમ DWFM) અને ઈદનાન લિયાકત (કોમર્શિયલ, ઇન્વેસ્ટમેન્ટ ન્જ રેસિડેમ્શીયલ પ્રોપર્ટી હેડ)ને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
એક નિવેદનમાં, ફર્મે કહ્યું હતું કે “SRA એ પુષ્ટિ કરી છે કે અમારી ફર્મ કામ કરવાનું ચાલુ રાખે છે. ડિરેક્ટર્સ અને ભાગીદારોએ બિઝનેસ, ગ્રાહકો અને કર્મચારીઓને સુરક્ષિત કરવા તાત્કાલિક પગલાં લીધાં છે જેમની સુખાકારી અમારી પ્રાથમિકતા છે.”