(Photo by Tim P. Whitby/Getty Images
બોલીવૂડના વિશ્વવિખ્યાત સંગતીકાર એ આર રહેમાન અને પ્રભુદેવાએ 1990ના દાયકામાં ધૂમ મચાવી હતી. તેમની ફિલ્મના ગીત-સંગીત અને ડાન્સ ખૂબ સફળ રહેતા હતા. ત્રણ દાયકા અગાઉ ભારતમાં ફિલ્મો અને સંગીતનો સુપર હિટ દોર લાવનારી આ જોડીએ અનેક યાદગાર હિટ ગીતો આપ્યા હતા. એક સમયે સફળતાની ગેરંટી મનાતા રહેમાન અને પ્રભુદેવા 25 વર્ષે ફરી એક વાર ભેગા થઇ રહ્યા છે.
રહેમાને સંગીતમાં અને પ્રભુદેવાએ ડાન્સ-કોરિયોગ્રાફીમાં પોતાનો સિક્કો જમાવેલો છે. તેઓ નવી બિગ બજેટ ફિલ્મમાં સાથે કામ કરવાના છે. અત્યારે આ ફિલ્મને ‘ARRPD6’ તરીકે ઓળખવામાં આવે છે. મનોજ એમ એસ આ ફિલ્મથી ડાયરેક્શનની શરૂઆત કરી રહ્યા છે. ફિલ્મનું ઝડપથી શૂટિંગ શરૂ થવાનું છે, તાજેતરમાં તેનું પોસ્ટર સોશિયલ મીડિયામાં શેર થયું હતું. ફિલ્મમાં યોગી બાબુ, અજુ વર્ગીસ, અર્જુન અશોકન સહિત સાઉતના કલાકારો છે. પ્રભુદેવા અને રેહમાન 25 વર્ષે ભેગા થઈ રહ્યા હોવાની જાહેરાતે સિનેમા ચાહકોમાં આતુરતા જગાવી છે.
રહેમાન-પ્રભુદેવાએ સૌ પ્રથમ વખત ‘જેન્ટલમેન’માં સાથે કામ કર્યું હતું. પ્રભુદેવાએ સિચુ બુકુ રૈલી-ગીતમાં સ્પેશિયલ એપિયરન્સ આપ્યો હતો. તેમનો પ્રથમ ફુલ ફ્લેજ પ્રોજેક્ટ ‘કદાલન’ હતો. આ ફિલ્મમાં ટેક ઈટ ઈઝી ઓરવરસી અને પટ્ટી રેપ જેવા ગીતો વર્ષો સુધી ગવાતા-સંભળાતા રહ્યા હતા.
બાદમાં તેમણે અનેક ચાર્ટબસ્ટર આલબમ આપ્યા હતા. ડાન્સ અને મ્યૂઝિકના અનોખા કોમ્બિનેશનને સાકાર કરતી આ જોડી ફરી એક વાર સાથે જોવા મળશે. સાઉથના પ્રોડક્શન હાઉસે બે દિગ્ગજોને સાથે રાખી ફિલ્મ બનાવવાનું એલાન કર્યું છે. તેની કાસ્ટમાં બોલિવૂડના કોઈ સ્ટારનો સમાવેશ કરાયો નથી.

LEAVE A REPLY