REUTERS/Scott Morgan

સેન્ટ્રલ અમેરિકાના ટેક્સાસ, ઓક્લાહોમા અર્કાનસાસમાં શનિવારે રાત્રે ત્રાટકેલા શક્તિશાળી વાવાઝોડાને કારણે બે બાળકો સહિત ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા હતાં અને 100થી વધુ લોકો ઘાયલ થયાં હતાં. ઘણા ઘરોને નુકસાન થયું હતું અને વીજળી ગુલ થતાં લાખ્ખો ઘરોમાં અંધારપટ છવાયો હતો. ચક્રવાતી તોફાનને કારણે પ્રતિ કલાક 64 કિમીની ઝડપે પવન ફુંકાયો હતો. ઓક્લાહોમા સરહદ નજીક આવેલા ટેક્સાસમાં કૂક કાઉન્ટીમાં સાત લોકોના મોત થયાં હતાં.

પાવર આઉટેજ વેબસાઇટના જણાવ્યા અનુસાર  ટેક્સાસથી કેન્સાસ, મિઝોરી, અરકાનસાસ, ટેનેસી અને કેન્ટુકી સુધીના રાજ્યોમાં 4,70,000નો ઘરોમાં વીજળી ગુલ થઈ હતી.

કૂક કાઉન્ટી શેરિફ રે સેપિંગ્ટને જણાવ્યું હતું કે મૃતકોમાં બે બાળકો તથા એક પરિવારના ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે. ત્રણ મૃતદેહો ઓક્લાહોમાની સરહદ નજીકના ગ્રામીણ સમુદાય વેલી વ્યૂ નજીક એક ઘરમાંથી મળી આવ્યાં હતાં. વાવાઝોડાથી કાટમાળના ઢગલા થયા છે અને વિનાશ ખૂબ ગંભીર છે. ગુમ થયેલા લોકો માટે સર્ચ અને રેસ્ક્યુ કામગીરી ચાલી રહી હોવાથી મૃત્યુઆંક વધવાની ધારણા છે.

ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે રવિવારે જણાવ્યું હતું કે શનિવારના ટોર્નેડોથી લગભગ 100 લોકો ઘાયલ થયા હતા. જોકે ચોક્કસ આંકડો આપવા મુશ્કેલ છે. 200થી વધુ મકાનો તેમજ અન્ય ઈમારતો નાશ પામ્યા હતાં અને 100થી વધુ લોકોને નુકસાન થયું હતું .વેલી વ્યૂ પોલીસ ચીફ જસ્ટિન સ્ટેમ્પ્સે રવિવારે જણાવ્યું હતું કે આ કમ્યુનિટીમાં મૃત્યુઆંક છ જેટલો ઊંચો હોઈ શકે છે. ઓક્લાહોમામાં બે વ્યક્તિઓના મોત થયા હતા અને ઘરોને પણ નુકસાન થયું હતું.

વિનાશક ચક્રવાતી તોફાનનો શરૂઆત શનિવારે રાત્રે થઈ હતી. ડલ્લાસની ઉત્તરે આવેલા ટોર્નેડોએ ભારે મનોરંજન વાહનોને ઉથલાવી દીધા હતાં, આંતરરાજ્યને હાઇવે બંધ થઈ ગયો હતો. હાઇવે ટ્રાવેલ સેન્ટરને વ્યાપક નુકસાન થયું હતું અને ડ્રાઇવરોએ સુરક્ષિત આશ્રયસ્થાને જવું પડ્યું હતું. પાવર લાઈનનો ભારે નુકસાન થયું હતું અને અને વૃક્ષો ધરાશાયી થયાં હતાં.

ડેન્ટન કાઉન્ટીના કોમ્યુનિટી રિલેશન્સ ડિરેક્ટર ડોન કોબે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચક્રવાતી તોફાન શનિવારે મોડી રાત્રે ટેક્સાસમાં ઉત્તરીય ડેન્ટન કાઉન્ટીમાં પસાર થયું હતું. જોકે આ પહેલા તેનાથી અનેક ટ્રેક્ટર-ટ્રેલર ટ્રક ઉધા પડી ગયા હતાં અને આંતરરાજ્ય-35 પરનો ટ્રાફિક બંધ થયો હતો.

ચક્રવાતી તોફાનથી વેલી વ્યૂ નજીક પ્રતિ કલાક 64 કિમીની ઝડપે પવન ફુંકાયો હતો. આ પછી નેશનલ વેધર સર્વિસે ઉત્તરીય ડેન્ટન કાઉન્ટી માટે ટોર્નેડોની ચેતવણી જારી કરી હતી. વાવાઝોડાએ ઘરોને નુકસાન પહોંચાડ્યું હતું. મોટરહોમ ઉથલાવી દીધા હતાં તથા સેંગર, પાયલોટ પોઈન્ટ, રે રોબર્ટ્સ લેક અને આઈલ ડુ બોઈસ સ્ટેટ પાર્કના પોઈન્ટ સહિત સમગ્ર વિસ્તારમાં પાવર લાઈનોને ભારે નુકસાન થયું હતુ અને અનેક વૃક્ષો ધરાશાયી થયા હતાં.

LEAVE A REPLY