વર્ષ 2021 માટે વિશ્વના સૌથી વધુ પાવરફૂલ પાસપોર્ટની યાદીમાં જાપાન ટોચના સ્થાને રહ્યું છે. આ યાદીમાં ભારતનો ક્રમ 85માં રહ્યો છે, એમ હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સમાં જણાવાયું છે.
યાદીમાં પાકિસ્તાનનો ક્રમે 107 અને નેપાળનો ક્રમ 104 છે. પાકિસ્તાનનો વિઝા ફ્રી સ્કોર 52 છે. પાંચ જાન્યુઆરીએ જારી થયેલા અહેવાલ મુજબ જાપાનના નાગરિકો વિઝા ફ્રી અથવા વિઝા ઓન એરાઇવલ સાથે 191 દેશોમાં મુસાફરી કરી શકે છે. સિંગાપોર 190ના સ્કોર સાથે બીજા અને સિંગાપોર બીજા સ્થાને છે. ત્રીજા સ્થાને સાઉથ કોરિયા અને જર્મની એમ બે દેશો છે.
અમેરિકા, યુકે, ન્યૂઝિલેન્ડ અને સ્વિત્ઝર્વેન્ડ સાતમાં ક્રમે છે. આ દેશોનો વિઝા ફ્રી સ્કોર 185 છે. ઓસ્ટ્રેલિયા 184ના વિઝા ફ્રી સ્કોર સાથે આઠમાં ક્રમે રહ્યું હતું. ભારતનો વિઝા ફ્રી સ્કોર 58 છે.