1999 અને 2015 ની વચ્ચે 700થી વધુ પોસ્ટમાસ્ટર, સ્થાનિક પોસ્ટ ઓફિસ શાખાઓના માલિક-મેનેજરો સામે ચોરી, છેતરપિંડી અને ખોટા એકાઉન્ટિંગ જેવા ગુનાઓ માટે તપાસ કરનારા અધિકારીઓને પોસ્ટમાસ્ટર્સના વંશીય વર્ગીકરણની યાદી આપવામાં આવી હોવાની પોસ્ટ ઓફિસે કબૂલાત કરી છે. જેના આધારે હોરાઇઝન આઇટી સ્કેન્ડલની કહેવાતી તપાસ કરીને પોસ્ટમાસ્ટર્સ સામે ખોટી રીતે કાર્યવાહી કરવામાં આવી હતી.
પોસ્ટ ઑફિસે તેના ફ્રોડ ઇન્વેસ્ટીગેટર્સને કંપનીની ખોટી કાર્યવાહી દરમિયાન સંભવિત શંકાસ્પદોને “નેગ્રોઇડ ટાઇપ્સ” સહિત વંશીય રીતે વર્ગીકૃત કરવા જણાવ્યું હતું. પોસ્ટ ઓફિસે પાછળથી આ માટે માફી માંગી સ્વીકાર્યું હતું કે તેમની ભાષા “અસ્વીકાર્ય” અને “જાતિવાદી” હતી.
વાસ્તવમાં પોસ્ટ ઓફિસની £1 બિલિયનની IT સિસ્ટમમાં ડઝનેક બગ્સને કારણે પૈસા ગુમ થયેલા હોવાનું જણાયું હતું. એમ બહાર આવ્યું હતું કે તપાસકર્તાઓને શંકાસ્પદોને નેગ્રોઇડ ટાઇપ્સ, ભારતીય/પાકિસ્તાની ટાઇપ્સ, ચાઈનીઝ/જાપાનીઝ ટાઇપ્સ અને અરેબિયન/ઈજિપ્શીયન ટાઇપ્સ વગેરે તરીકે વર્ગીકૃત કરવા કહેવાયું હતું. તો કેસ ફાઈલો માટે કવરિંગ ફોર્મ કેવી રીતે ભરવા તે અંગે માર્ગદર્શન અપાયું હતું. દરેક કેસમાં કેટેગરીઝને ભારતીય, નાઇજિરિયન, આફ્રિકન, કેરેબિયન વગેરે રીતે ઓળખ અપાઇ હતી.
ત્રણ બાળકોની માતા 59 વર્ષીય તેજુ એડાડેયોને એક વર્ષની સસ્પેન્ડેડ સજા કરાઇ હતી. તેમણે કહ્યું હતું કે “તે એકદમ ઘૃણાજનક છે. જ્યારે મેં આ દસ્તાવેજ જોયો ત્યારે હું રડી પડી હતી. આ દર્શાવે છે કે તેઓ જાતિવાદી હતા.”
પોસ્ટ ઓફિસે કહ્યું હતું કે “આ દસ્તાવેજમાં રેસીસ્ટ ભાષાનો ઉપયોગ અસ્વીકાર્ય હતો. અમે કોઈપણ સ્વરૂપમાં જાતિવાદને સહન કરતા નથી. અમને અમારા પોસ્ટમાસ્ટરની વિવિધ પૃષ્ઠભૂમિ પર અદ્ભુત ગર્વ છે જે અમારી શાખા નેટવર્ક બનાવે છે.”