હોરાઇઝન આઇટી સીસ્ટમની ખામીને કારણે પોસ્ટમાસ્ટર્સ ટૂંક સમયમાં જ તેમના ખાતામાં ન સમજાય તેવી ખામીઓનો ભોગ બન્યા હતા. જેના કારણે કેન્દ્રીય પોસ્ટ ઓફિસે તેમના પોતાના ખિસ્સામાંથી ‘ખુટતા નાણાં’ પાછા ચૂકવવાની માંગ કરી હતી.
સૌથી ગંભીર કિસ્સાઓમાં, તેમને શાખાઓ છોડી દેવાની ફરજ પાડવામાં આવી હતી. તેઓ નાદારી તરફ દોરાયા હતા અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અદાલતોએ અત્યાર સુધીમાં 706 માંથી 71 દોષિતોને મુક્ત કર્યા છે.
મેટ્રોપોલિટન પોલીસ પોસ્ટ ઓફિસના બે ભૂતપૂર્વ આઇટી નિષ્ણાતોની તપાસ કરી રહી છે કે તેઓએ કોર્ટના ટ્રાયલ્સને ગેરમાર્ગે દોર્યા હતા, જેના કારણે ખોટી જુબાનીના આરોપો થઈ શકે છે.
2019માં બહાર આવ્યું હતું કે હોરાઇઝનના સોફ્ટવેરમાં બગ્સ, ભૂલો અને ખામીઓ અસ્તિત્વમાં છે. ત્યારે મુખ્ય પુરાવાઓને રોકી દેવામાં આવ્યા હતા અને દસ્તાવેજોનો નાશ કરાયો હતો.