પ્રતિક તસવીર REUTERS/Hollie Adams

પોસ્ટ ઓફિસમાં રોકડ વ્યવહારોએ સતત બીજા મહિને નવો રેકોર્ડ બનાવ્યો છે અને મે મહિનામાં રોકડ થાપણો અને ઉપાડનો કુલ રેકોર્ડ £3.57 બિલિયન થયો હતો. એપ્રિલ 2024માં આ રકમ £3.48 બિલિયન હતી. વ્યક્તિગત રોકડ થાપણો મે મહિનામાં કુલ £1.46 બિલિયનની હતી, જે વાર્ષિક ધોરણે 12% વધારે છે. જ્યારે વ્યક્તિગત રોકડ ઉપાડ કુલ £889 મિલિયનનો હતો.

મે મહિનામાં બિઝનેસ કેશ ડિપોઝીટ કુલ £1.19 બિલિયનની હતી. પોસ્ટ ઓફિસે તાજેતરમાં મોન્ઝો સાથે ભાગીદારી કરીને તેની રોજિંદી બેંકિંગ સેવાઓનો વિસ્તાર કર્યો છે. મોન્ઝોના ગ્રાહકો દેશભરની તમામ પોસ્ટ ઓફિસ શાખાઓમાં રોકડ ડિપોઝિટ કરી શકે છે. આજ રીતે અન્ય બેન્કોના ગ્રાહકો પણ પોસ્ટ ઓફિસમાં રોકડ જમા કરાવી શકે છે.

LEAVE A REPLY