હાલમાં ચાલીસ અને પચાસના દાયકામાં જીવતા લોકો સ્થૂળતા અને હ્રદયરોગનો સામનો કરવા સાથે તેમના જીવનનો બાકીનો ભાગ વિતાવશે એમ એક અભ્યાસ સૂચવાયું છે. આમ તેઓ પોતાના પૂર્વજો કરતા સ્વસ્થ જીવન જીવવા માટે અપેક્ષા રાખી શકશે નહીં. આવા લોકોનુ આરોગ્ય હાલના સાઠ અને સિત્તેરના દાયકાના લોકોની સરખામણીએ નોંધપાત્ર રીતે ખરાબ છે.
નાના જૂથના લોકો સ્થૂળતા અને હ્રદય રોગ જેવી પરિસ્થિતિઓથી ઘેરાયેલા રહેશે. યુનિવર્સિટી કોલેજ લંડનના પોપ્યુલેશન હેલ્થ અને સ્ટેટેસ્ટીક્સના પ્રો. જ્યોર્જ પ્લુબિડિસે જણાવ્યું હતું કે 20મી સદીમાં જન્મેલા લોકો તંદુરસ્ત જીવનકાળમાં વધારો ધરાવતા હતા અને યુવા પેઢી લાંબા સમય સુધી જીવતી હતી. પરંતુ એવું લાગે છે કે 1980 પછી જન્મેલા લોકોનુ આયુષ્ય સરેરાશ લાંબુ રહેવાની અપેક્ષા છે, પરંતુ તેમની તબિયત ખરાબ રહેશે.”
બ્રિટનમાં જન્મ સમયે જીવવાની શક્યતા અડધાથી વધુ વધી છે. આ અધ્યયનમાં 1945થી 1980ની વચ્ચે જન્મેલા 135,000થી વધુ લોકોની તુલના કરવામાં આવી હતી. અહેવાલમાં એવી આગાહી કરવામાં આવી છે કે 1993માં 25 વર્ષની વય ધરાવનાર પુરુષોને તેમના પાછલા જીવનમાં 19 ટકા જેટલુ હાઇ બીપી રહી શકે છે જ્યારે 2013માં 25 વર્ષની વય ધરાવનારા લોકોનો આ દર 30 ટકા છે.
યુસીએલના એપીડોમોલોજી અને પબ્લિક હેલ્થના સ્ટીફન જીવરાજે જણાવ્યું હતું કે: “અમારો અભ્યાસ દર્શાવે છે કે, 1945 થી 1980ની વચ્ચે જન્મેલા લોકોનુ આરોગ્ય આગામી વર્ષોમાં નબળુ રહેશે અને આરોગ્યની કેટલીક તકલિફ રહેશે.