આઈપીએલની 14મી સીઝનના ઓક્શનમાં પાંચ ગુજરાતી ક્રિકેટર્સને લોટરી લાગી છે. તેમાં ચેતેશ્વર પૂજારા, લુકમેન મેરીવાલા, રીપલ પટેલ અને ચેતન સાકરિયાનો સમાવેશ થાય છે. સાવ નવોદિત સૌરાષ્ટ્રના ચેતન સાકરિયાને 1.20 કરોડમાં રાજસ્થાન રોયલ્સે કરારબદ્ધ કર્યો છે. સૌરાષ્ટ્રના જ શેલ્ડન જેક્સન માટે કોલકાતાની ટીમે રૂ. 20 લાખનો કરાર કર્યો છે. ચેતેશ્વર પૂજારાને 50 લાખમાં ચેન્નઈની ટીમે કરારબદ્ધ કર્યો છે. નડિયાદના રીપલ પટેલ માટે દિલ્હી ડેરડેવિલ્સે રૂ. 19 લાખનો સોદો કર્યો છે. વડોદરાના લુકમાન મેરિવાલા માટે પણ દિલ્હી ડેરડેવિલ્સે રૂ. 20 લાખનો કોન્ટ્રાક્ટ કર્યો છે.