મહારાષ્ટ્રના યવતમાલમાં 12 બાળકોને પોલિયોની રસી પીવડાવવાને બદલે સેનિટાઈઝર પીવડાવવાની ઘોર બેદરકારીની ઘટના બની હતી. આરોગ્ય કર્મચારીઓની આ ગંભીર ભૂલ અંગે યવતમાલ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રીકૃષ્ણ પંચાલે માહિતી આપી હતી.
અધિકારીના જણાવ્યા મુજબ આ તમામ બાળકો હવે સ્વસ્થ છે. આ બેદરકારી બદલ એક આરોગ્ય કર્મચારી, એક ડોક્ટર અને એક આશા વર્કરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
અધિકારીના જણાવ્યા મુજબ યવતમાલમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના 12 બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવાને બદલે સેનિટાઈઝરના ડ્રોપ્સ પીવડાવી દેવામાં આવ્યા હતા. બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને હાલમાં તમામ બાળકો સ્વસ્થ હોવાનું જણાયું છે. ભારતમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 30 જાન્યુઆરીના 2021ના રોજ પલ્સ પોલિયો અભિયાન શરૂ કરાવ્યું હતું.