કેલિફોર્નિયાની પોલીસે ડ્રગ્સની હેરાફેરી કરવાના શકમંદને સ્ટિંગ ઓપરેશનમાં મેથ (મેથેમ્ફેટામાઇન) મોટું પેકેટ વેચાણથી આપ્યું હતું. પછી ડીલર તે લઇને ભાગી ગયો હોવાનું સ્ટિંગ ઓપરેશનમાં જણાયું હતું, અંતે પોલીસને સમજાયું હતું આ કાર્યવાહીમાં થોડું ખોટું થયું છે.
લોસ એન્જલસ નજીક રીવરસાઇડ કાઉન્ટીમાં શેરિફના અન્ડરકવર ડેપ્યુટીઓએ જણાવ્યું હતું કે, તેમણે ગેરકાયદે 27 કિલોગ્રામ ડ્રગ પહોંચાડવા મંજૂરી આપી હતી, જેમાં તેમને એવી આશા હતી કે તેઓ તેમના શખ્સને મળવા માટે જરૂરી પુરાવો આપશે. પરંતુ તે શખ્સને રોકડ નાણા આપ્યા પછી અને તેની શોધખોળ કર્યા પછી, શકમંદ વ્યક્તિ તેમને થાપ આપી નાસી ગયો હતો, તેની ધરપકડ થઇ શકી નહોતી.