નવા સ્ક્રુટીની બોર્ડના વડા અધ્યક્ષ અબિમ્બોલા જ્હોન્સને પોલીસ અધિકારીઓને “વોક” લેબલને સ્વીકારવા વિનંતી કરી છે. તા. 23ના રોજ જાહેર કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે અધિકારીઓને જાતિવાદને કાબૂમાં લેવા માટે બ્લેક હિસ્ટ્રી શીખવવામાં આવશે. તાજેતરમાં મેટ્રોપોલિટન પોલીસના ડેપ્યુટી આસિસ્ટન્ટ કમિશનર બાસ જાવિદે સ્વીકાર્યું હતું કે કેટલાક અધિકારીઓ જાતિવાદી છે.
જ્હોન્સને જાહેર કર્યું છે કે અધિકારીઓએ એ કહેવાનો ઇનકાર કર્યો હતો કે પોલીસિંગ સંસ્થાકીય રીતે જાતિવાદી છે કે કેમ. પોલીસ વડાઓએ જણાવ્યું હતું કે ફરજિયાત તાલીમમાં અશ્વેત સમુદાયોની પોલીસિંગના ઈતિહાસ, ધરપકડ અને બળના ઉપયોગની હાલની અપ્રમાણસરતાને આવરી લેવાશે.
નેશનલ પોલીસ ચીફ્સ કાઉન્સિલે જણાવ્યું હતું કે તાલીમ કાર્યક્રમ જાતિવાદ, જાતિવાદ વિરોધી, બ્લેક હિસ્ટ્રી અને પોલીસિંગ સાથેના તેના જોડાણ અંગેના દરેક અધિકારી અને સ્ટાફના સભ્યની જાગૃતિ અને સમજ વધારવા માટે પ્રતિબદ્ધ રહેશે.